હળવદ ની મહર્ષિ ગુરુકુળે ધોરણ ૧૦ ની પરીક્ષામાં ડંકો વગાડ્યો ૪૫ બાળકો Aવન ગ્રેડમાં
માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર થયું,જેમાં ઝાલાવાડની શૈક્ષણિક નગરી જે વર્ષો વર્ષ વિદ્યાર્થીઓના પરિણામમાં નવા સોપાનો સર કરી રહ્યું છે. ધોરણ 12 સાયન્સ /કોમર્સમાં 21 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો. વીરુગામ મિત સાયન્સ મેરીટમાં 300 માંથી 300 માર્ક્સ મેળવી રાજ્યમાં પ્રથમ રહ્યા બાદ S.S.C પરિણામમાં ડંકો વગાડ્યો છે. જેમાં 45 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવેલ છે. A1,A2 ગ્રેડમાં સેન્ચ્યુરી મારી 102 વિદ્યાર્થીઓ ઝળક્યા છે. મહર્ષિ ગુરુકુલ -હળવદ બોર્ડના પરિણામોમાં તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ પોતાના વિદ્યાર્થીઓને સતત ઝળકાવી રહ્યા છે. તેથી જ મહર્ષિ ગુરુકુલ- હળવદની ગર્લ્સ તથા બોયઝ હોસ્ટેલમાં એડમિશન મેળવવું મુશ્કેલ હોય છે. બાળકોની પૂરેપૂરી તાકાત અભ્યાસમાં લગાડી સંસ્થાના શિક્ષકો ખૂબ જ મહેનત કરાવતા હોય છે. આ જ સંસ્થાના ચેરમેન રજનીભાઈ સંઘાણી તથા તમામ શિક્ષકોએ બાળકોને ખૂબ ખૂબ ઉમળકાભેર આશીર્વાદ આપ્યા હતા.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.