શ્રી સી.ડી.પટેલ હાઈસ્કૂલનું ૬૨.૫૦ ટકા પરિણામ
ચાલુ સાલે લેવાયેલ ધો.૧૨ સાયન્સનું ગત રોજ પરિણામ જાહેર થતાં તલોદ શહેરની શ્રી સી.ડી.પટેલ હાઈસ્કૂલનું ૬૨.૫૦ ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં પ્રથમ ત્રણ ક્રમાંકમાં પ્રથમ ક્રમાંકે ઠકરાણી જયેશ શ્યામજીકુમાર, બીજા ક્રમે પ્રજાપતિ ચિંતન વિષ્ણુભાઈ, ત્રીજા ક્રમે ભાવસાર તક્ષ સુભાષભાઈ જ્યારે સામાન્ય પ્રવાહમાં પ્રથમ નંબરે પ્રજાપતિ મેઘા મણાભાઈ, બીજા ક્રમે યાદવ કાજલ વશિષ્ટ, ત્રીજા ક્રમે વાઘેલા ધવલ વિષ્ણુભાઈ ઉર્તીર્ણ થતાં શાળા પરિવાર દ્વારા તમામ ઉર્તીણ થયેલ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.