જલ એ જીવન છે
હિંમતનગર નગરપાલિકા દ્વારા ઉનાળા ની સીઝન માં નાગરીકો ને પુરતા પ્રમાણ માં પાણી મળી રહે માટે સંસ્કાર એજન્સી ને પાણી ના બોર કરી મશીનરી લગાવવા સાથે નો વર્ક ઓર્ડર આપેલ છે જૂના બજાર વિસ્તાર માં ત્રણ ખૂણિયાં ઓટલા સર્કલ પર ૨૧ માર્ચ ના રોજ તેમજ અન્ય વિસ્તાર માં પાણી ના ૫ બોર કરવામાં આવેલ આજરોજ 9 MAY એટલે ૪૮ દિવસ જેટલો સમય થઈ ગયેલ હોવા છતા બાધકામ વિભાગ તેમજ વોટર વર્ક્સ વિભાગ માં વિભાગીય સંકલન ના અભાવ ના કારણે તેમજ શાસક પક્ષ ની અંદરો અંદર ની ગૂંથ બાજી ના લીધે પ્રજા ના કામ ખોરંભે પડ્યા છે પાણી માનવી ની મૂળભૂત જરૂરિયાત છે અને આવશ્યક સેવા માં આવે છે તાજેતર માજ નગરપાલિકા દ્વારા જર્જરિત પાણી ની ટાંકીઓ તોડી પાડેલ છે બોર બની ગયા પછી આટલા સમય સુધી સમય નો વ્યય કરવામાં આવે અને નાગરિકો ને પાણી નો લાભ ના મળે આવી ગંભીર બેદરકારી ચલાવી લેવાય નહી નવા આવેલ ચીફ ઓફિસરશ્રી પ્રજા હિત ને લગતા આ મુદ્દા ઉપર હુ ધ્યાન આકર્ષીત કરવા માંગુ છું ત્વરિત પાણી ના બની ગયેલ બોર ઉપર મોટર લાઇટ કેનેક્શન વગેરે લાગી જાય અને પ્રજા ને ઉનાળા ની કારમી ગરમી માં બે થી ત્રણ દિવસ માં જ પાણી ની સુવિધા મળે તેવા દિશા નિર્દેશ આપશો તેવી આશા સહ અપેક્ષા છે. આભાર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.