બિનવારસી શ્વાનને પીડા મુક્ત કરતું ફરતું પશુદવખાનું ૧૯૬૨
રિપોર્ટ બાય મંજૂર ખણુસિયા બિનવારસી શ્વાનને પીડા મુક્ત કરતું ફરતું પશુદવખાનું ૧૯૬૨
ફરતા પશુદવાખાનામાં દસ ગામ આવરી લેવામાં આવે છે અને આ યોજનામાં ગણા એવા પીડિત પશુઓને યોગ્ય સારવાર આપી પીડા મુક્ત કરવામાં આવે છે
આવી જ એક ઘટના આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ગામે જોવા મળી. પશુદવખાનામાં હાજર ડૉ સમીર ડોડીયા જ્યારે રૂટ માટે નીકળતા હતા ત્યારે એક જીવદયા પ્રેમી ફુલ્સિંહભાઈ નો તત્કાલ સારવાર માટે 1962 પર કેસ નોંધાવ્યો હતો.
ત્યાર બાદ *ડૉ સમીર ડોડીયા* તેમના પાઈલોટ કમ ડ્રેસર ગીરીશ ભાઈ સાથે ત્યાં પોહચી શ્વાનની તપાસ કરી હતી. શ્વાનને તપાસ કરતા જાણવા મળ્યું કે પેટના ભાગે અન્ય શ્વાન સાથે મસ્તી કરતા પેટના ભાગે કાણું પડી ગયું હતું અને પેટમાંથી માસ બહાર આવી ગયું હતું અને સતત લોહી નીકળતું હતું ત્યારે ડૉ સમીર ડોડીયા એ થયેલ ઘા ને યોગ્ય રીતે સાફ કરીને ખરાબ ભાગ ને યોગ્ય રીતે દૂર કરી યોગ્ય સારવાર આપી હતી .
સમયસર સારવાર અને એક અબોલા શ્વાન નો જીવ બચાવી લેનાર ડૉક્ટર સમીર ડોડીયા અને તેમની ટીમનો ગ્રામજનો એ આભાર વ્યક્ત કર્યો અને સાબરકાંઠા જિલ્લાના પ્રોજેકટ ઇન્ચાર્જ પ્રતિકભાઈ સુથાર અને પ્રોગ્રામ મેનેજર ડૉ નીરજસિંહ દ્વારા સહારનીય કામગિરિ ની પ્રશંસા કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.