ચૂંટણી ફરજમાં રોકાયેલ સખી બુથના બહેનોમાં અનેરો ઉત્સાહ
પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪
ચૂંટણી ફરજમાં રોકાયેલ સખી બુથના બહેનોમાં અનેરો ઉત્સાહ
૦૦
લોકશાહીના પર્વમાં કામનો બોજ નહીં પરંતુ આનદ
૦૦
સખી બુથના બહેનો ચૂંટણી ફરજને યાદગાર બનાવવા મોબાઈલમાં સેલ્ફી લેતા નજરે પડ્યા
૦૦૦૦૦
પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ નું મતદાન તા. ૭ મેના રોજ યોજનાર છે. આ લોકશાહીના મહાપર્વની ઉજવણીને લઈને મતદારોમાં ઉમેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકશાહીના મહાપર્વની ઉજવણી તહેવારો તેમજ પ્રસંગોની જેમ કરવા મતદારો પણ થનગની રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે અનેક પ્રકારની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મોર્ડન બુથ, યુવા બુથ અને સખી બહેનોના બુથો તૈયાર કરવામાં આવ્યા છે. શહેરમાં આવેલ માધવાણી કોલેજ ખાતે રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરથી ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓ તમામ સામગ્રી સાથે લઈ તેઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને સખી બુથના બહેનો આ ચૂંટણી ફરજને યાદગાર બનાવવા મોબાઈલમાં સેલ્ફી લેતા નજરે પડ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.