ધંધુકા પાણીપુરવઠા કચેરીના લાંચિયા અધિકારીના ઘરના ગોદડામાંથી રૂપિયા 30 લાખની રકમ સંતાડેલી ACBને મળી,
ધંધુકા પાણીપુરવઠા કચેરીના લાંચિયા અધિકારીના ઘરના ગોદડામાંથી રૂપિયા 30 લાખની રકમ સંતાડેલી ACBને મળી
ગાંધીનગર ACB એ ગુરુવારે ધંધુકા ખાતે આવેલ ગુજરાત પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા વૈભવ અચલકુમાર શ્રીવાત્સવને રૂપિયા 1.20 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. શુક્રવારે વધુ તપાસ કરતા ACB એ તેમના ઘરના ગોદડાંમાંથી રૂપિયા 30 લાખની સંતાડેલી રકમ મળી . અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલ નાયબ કાર્યપાલક ઈજનેર કચેરી પાણીપુરવઠા અને ગટરવ્યવસ્થાએ ગાંધીનગરથી ACB એ છટકું ગોઠવી તપાસ કરતા નાયબ કાર્યપાલક ઈજનેર રૂપિયા 1.20 લાખની લાંચ લેતા ધંધુકા કચેરી ખાતે રંગે હાથે ઝડપાયો હતો
ACB એ વધુ તપાસ હાથ ધરતા ઘરની તલાશી લેતા દરમિયાન 500 ની નોટોના બંડલ મળી આવ્યા હતા જે અંદાજે રૂપિયા 30 લાખ જેટલી રકમ હતી. પ્રથમ દ્રષ્ટિએ ACB એ આ રકમ લાંચથી મેળવી હોવાનું જણાવ્યું હતું. આ પ્રમાણસર મુદે અલગથી તપાસ હાથ ધરવામાં આવી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.