વિરપુર તાલુકા ની જુની મામલતદાર કચેરી ખંડેર હાલતમાં….. - At This Time

વિરપુર તાલુકા ની જુની મામલતદાર કચેરી ખંડેર હાલતમાં…..


ખેડા જિલ્લા ના છેવાડે આવેલ વિરપુર જે બાલાસિનોર તાલુકા મા સમાવેશ થતો હતો જ્યારે વિરપુર અલગ તાલુકા તરીકે ઘોષણા થતાં વિરપુર મા મામલતદાર અને તાલુકા પંચાયત ભવન નું નવ નિર્માણ થયું હતું વિરપુર ના ભાથીજી મંદિર પાસે લાખો રૂપિયા ના ખર્ચે મામલતદાર કચેરી નું નવું બિલ્ડિંગ બન્યું હતું પરંતુ થોડા સમય બાદ 2006 ના સમય ગાળા ના ચોમાસા દરમ્યાન વધુ વરસાદ પડતાં આ કચેરી ની આસ પાસ નો વિસ્તાર નીચાણ ધરાવતો હોય પાણી ફરિવડ્યા હતા જેને લઇ મામલતદાર કચેરીમાં પાણી ભરાઈ ગયા ની ઘટના બનવા પામી હતી જેને લઇ આ કચેરીમાં સંગ્રહ કરેલ સરકારી દસ્તાવેજો પણ નાશ પામ્યા હતા આ પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ વિરપુર લીમરવાડા રોડ ઉપર ઊંચાઈ ધરાવતા વિસ્તાર મા નવીન મામલતદાર કચેરી નું બિલ્ડિંગ બન્યું અને ત્યાં કચેરી ખસેડવામાં આવી ત્યાર બાદ જૂની કચેરી દિવસે ને દિવસે ખંડેર મા પરિવર્તિત થઈ ગઈ હાલ ના સમય માં આ મામલતદાર કચેરી એક જંગલ મા ફેરવાઈ ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે જેનાથી વિરપુર નગર અને તાલુકાની પ્રજા આ ઇમારત ને જોઈ તેમાં ખર્ચાયેલ નાણાં નો વ્યવ થતાં જોઈ ચિંતિત બની છે જ્યારે વિરપુર ખાતે ઘણી બધી જગ્યા એ સુવિધા મા અગવડ પડી રહી છે જેવી કે વિરપુર મા સિનિયર સિટીઝન લોકો માટે સામાજિક ગ્રંથ , કથા વાંચવા ન્યુઝ પેપર વાંચવા , વિદ્યાર્થીઓ ને શાંતિમય વાતાવરણ મા વાંચવા કોઈ લાયબ્રેરી નથી , વિરપુર તાલુકા ના લોકો ને આરોગ્ય ની સુવિધા માટે પૂરતી જગ્યા નથી આરોગ્ય ખાતા ને જગ્યા ની જરૂર છે , વિરપુર સરકારી રેસ્ટ હાઉસ અત્યારે છે તે માત્ર બે રૂમ પૂરતો છે ત્યાં કોઈ હોલ કે સહકારી સંસ્થા ની મીટીંગ કરે તેવી કોઈ સુવિધા નથી , વિરપુર મા સરકારી કોમ્યુનિટી હોલ નથી માટે આવી ઘણી બધી સુવિધા નો અભાવ હોવા છતાં પણ જૂની મામલતદાર કચેરી બિલ્ડિંગ નો આવી કોઈ પણ રીતે ઉપયોગ કરી જર્જરિત થતું અટકાવી સરકાર ના ખર્ચેલા રૂપિયા મા વિરપુર તાલુકાના લોકો ને વધુ સારી સુવિધા આપી શકાય તેમ હોવા છતાં અધિકારીઓ ની બેકાળજી થી 2006 બાદ આજે 18 વરસ થી આ ઇમારત નો કોઈ ઉપયોગ ન કરતા ખંડેર હાલત મા ફેરવાઈ ગઈ છે વિરપુર નગરવાસીઓ અને તાલુકા ના લોકો ની માગણી છે કે સરકારી રૂપિયા નો વેડફાટ ન થાય અને આ બિલ્ડીંગ નો કોઈ સારા હેતુ ઉપયોગ કરવામાં આવે .

2006 બાદ આજે 18 વર્ષ માં ફરી પાણી ભરવાનો કોઈ બનાવ બનવા પામેલ નથી તેમ છતાં સરકારી ઇમારત નો બિજકોઈ રીતે ઉપયોગ કરવામાં આવેલ નથી તે સવાલ જાગૃત નાગરિકો ને સતાવી રહ્યો છે.....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.