બગસરા-ચલાલા-ધારીના વિકાસમાં કોઈ કચાસ નહી છોડુ :જેનીબેન ઠુમ્મર
અમરેલી-મહુવા-ગારીયાધાર વિસ્તારના કોંગ્રેસના શિક્ષત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર બગસર ા- ધારી-ચલાલાના ગ્રામ્ય વિસ્તારના પ્રવાસે હતા ત્યારે લોકોના આશિર્વાદ મેળવતા જેનીબેન ઠુમ્મરે જણાવ્યુ હતુ. કે આ વિસ્તારના ખેડૂતો ખુબ મહેનતુ છે ત્યારે ખેડૂતો ને ખેતી કરવી મોંઘી થઈ છે ત્યારે ખેડૂતોને પુરતી ઉપજના ભાવો મળતા નથી. રત્ન કલાકારો મંદિના કારણે પુરતી રોજગારી મેળવી શકતા નથી આંગણવાડી,હેલ્થ વર્કર બહેનોને કામ ના પ્રમાણમાં પુરતો પગાર મળતો નથી હોમગાર્ડના જવાનોને રૂ.૭૦૦ અને જી.આર.ડી.ના જવાનને દૈનિક રૂ.પ૦૦ તેમજ વિધવા અને વૃઘ્ધ પેન્શન સહાય રૂ. રપ૦૦ કરવામાં આવે તેવી રાજય સરકાર પાસે અમારી માંગણી છે.
આ વિસ્તારના કેરીનો પાક લેતા ખેડૂતો ને વિમા થી સુરક્ષીત કરવામાં આવે તેવી અમારી માંગણી છે. ધારી-બગસરા-ચલાલા વિસ્તારમાં અનેક ધાર્મિક અને ઐતિહાસીક સ્થળો આવેલા છે. ત્યારે અહીંયા પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થાય તેમ છે. પશુ પાલકોને પુરતુ પ્રોત્સાહન મળે અને પશુપાલન વેગ મળે તો આ વિસ્તારમાં બહેનોને રોજગારી મળી શકે.
આ વિસ્તારમાં પુરતી શૈક્ષણિક સંસ્થાઓ નથી ત્યારે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આ વિસ્તારમાં ખુલ્લે તેવી અમારી માંગણી છે. અને સાથે સાથે આરોગ્યની દ્રષ્ટીએ અહીંના આરોગ્ય કેન્દ્રમાં પુરતો સ્ટાફ ભરાઈ અને આધુનિક મશીનરી આવે તેવા અમારા પ્રયાસો રહેશ
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.