મહેસાણામાં શ્રીહનુમાન ચાલીસા યુવા કથના બીજો દિવસે શ્રીહરિપ્રકાશદાસ સ્વામીએ સમજાવ્યું કે, ભગવાને આપણને પૃથ્વી પર કેમ મોકલ્યા છે
મહેસાણાના વિજાપુરમાં સાંકાપુરા ખાતે વડતાલ ધામ સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસ સ્વામીની શ્રીહનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજે કથાના બીજા દિવસે હરિપ્રકાશ સ્વામી અને સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની સમુહ આરતી ઉતારવામાં આવી હતી. જે બાદ હરિપ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પરથી હાજર ભક્તોને હનુમાન ચાલીસા યુવા કથાનું શ્રવણ કરાવવાનું શરૂ કર્યું હતું. જેમાં શ્રીહરિપ્રકાશદાસ સ્વામીએ સમજાવ્યું હતું કે, ભગવાને મનુષ્યને કયા કામ માટે મોકલ્યા છે શાસ્ત્રોમાં લખ્યું છે કે, 8 અબજ અને 64 કરોડ વર્ષ જ્યારે આપણાં થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. આપણે જેમ 30 દિવસનો મહિનો છે તેમ બ્રહ્માનો પણ 30 દિવસનો મહિનો છે. જેમાં 8 અબજ 64 કરોડ વર્ષનો એક દિવસ છે. આપણે જેમ 365 દિવસનું વર્ષ છે એમ બ્રહ્માનું પણ 365 દિવસનું વર્ષ છે. જેમાં એક દિવસ 8 અબજ અને 64 કરોડ વર્ષનો એક દિવસ છે. આપણું જેમ કળિયુગમાં 100 વર્ષનું આયુષ્ય છે તેમ બ્રહ્માનું પણ 100 વર્ષનું આયુષ્ય છે. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે, જ્યારે બ્રહ્મા પોતાનું 100 વર્ષનું આયુષ્ય પૂરું થાય અને એક બ્રહ્મા બદલાય ત્યારે આપણાં શરીરના આત્માને એક વખત માણસ બનવાનો વારો આવે છે ડોંગરેજી મહારાજ એવું કહે છે કે, માણસનો દેહ માત્રને માત્ર ભગવાનને મળવા માટે આપ્યો છે, પણ આપણે બીજુ-બીજું જ કરીએ. ઓલા ભલા ભાઈની તો વાત તમે સાંભળી હશે. જૂનો જમાનો. ગામડાની વાત છે. હટાણું કરવા જવાનું છે. દિવાળીનું ટાણું આવે છે ત્યારે ભલાભાઈએ જાહેરાત કરી કે હું શહેરમાં હટાણું કરવા જવાનો છું. ભલાભાઈ ભલા બહુ અને ભૂલકણા બહુ મારી જેમ. એટલે તેમના ઘરવાળાએ લિસ્ટ કરી દીધું કે, આ લાવજો તે લાવજો આમાંથી દીવાળીનું બધું બનાવવાનું છેને. ભલાભાઈ ગાડું જોડીને જવાની તૈયારી કરતા હતા ત્યારે આજુ બાજુના પાડોશી આવ્યા અને કહ્યું અમારું પણ લેતા આવજો. 20થી 25 બહેને આવીને કાગળિયું આપ્યું અને ભલાભાઈએ કોઈને ના પાડી નહીં આ પછી ભલાભાઈ હટાણું કરવા શહેરમાં ગયા. એક દુકાને ગાડું ઊભું રાખીને બધી વસ્તુ લીધી અને ગાડું ફુલ ભરાઈ ગયું. આ પછી ભલાભાઈ બળદ જોડીને હાલતા થયા અને ગામમાં સાંજે બધી બહેનો રાહ જોઈને ઊભી હતી. ભલાભાઈએ બધી બહેનોએ મંગાવેલી વસ્તુ આપી દીધી. આ પછી ભલાભાઈના ઘરનાએ તેમને ગાડું ઘરમાં લેવાનું કહ્યું ભલાભાઈએ કહ્યું કે, આ બધો સામાન લઈને આપી દવ છું. આ પછી ગાડું આખું ખાલી થઈ ગયું અને ભલાભાઈના ઘરનાએ પૂછ્યું કે, આપણી વસ્તુ ક્યાં કેમ લાવ્યા નહીં. તો આ વાત પરથી એ સમજવાનું છે કે, અનંત કોટી બ્રહ્માંડના ભગવાને આપણને અહીં પોતાનું કલ્યાણ કરવા મોકલ્યા છે. પૂજ્ય ડોંગરેજી મહારાજે કહ્યું છે કે, જે આત્મ કલ્યાણ કરતો નથી તેનાથી મોટો મૂર્ખ કોઈ નથી સાંકાપુરા ખાતે 2જી મેથી રાતે 8થી 11 કલાક સુધી હનુમાન ચરિત્ર કથા યોજાઈ રહી છે જેના આયોજક ધર્મેન્દ્રભાઈ તેમજ તેજેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ પરિવાર છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.