મહારાષ્ટ્રનાં રાજ્યપાલ અને આચાર્ય લોકેશજી વચ્ચે રાષ્ટ્રનાં મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા
મહારાષ્ટ્રનાં રાજ્યપાલ અને આચાર્ય લોકેશજી વચ્ચે રાષ્ટ્રનાં મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા
આચાર્ય લોકેશજીએ વિશ્વમાં ભારત અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે – મહારાષ્ટ્રનાં રાજ્યપાલ રમેશ બૈસે
અહિંસા વિશ્વ ભારતી સંસ્થા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુંબઈ રાજભવન ખાતે કોન્ફરન્સનું આયોજન – આચાર્ય લોકેશજી
મુંબઈમાં આચાર્ય લોકેશજીનાં રોકાણ દરમિયાન, પરમ પવિત્ર આચાર્ય લોકેશજી મુંબઈ રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈસને મળ્યા અને રાષ્ટ્ર મહત્વનાં વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. ‘અહિંસા વિશ્વ ભારતી’ અને ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’નાં સ્થાપક આચાર્ય લોકેશજીએ તેમના તાજેતરમાં પૂર્ણ થયેલા વિશ્વ શાંતિ અને સદભાવના પ્રવાસ વિશે વિગતવાર માહિતી આપી હતી અને ‘અહિંસા વિશ્વ ભારતી’ સંસ્થાના આગામી કાર્યક્રમો વિશે પણ માહિતી આપી હતી. આ પ્રસંગે બુદ્ધિસ્ટ કલ્ચરલ ફાઉન્ડેશન ઈન્ડિયાનાં અધ્યક્ષ ભંતે દીપાંકર સુમેધો પણ હાજર હતા.રાજ્યપાલ રમેશ બૈસે આચાર્ય લોકેશને યુએસ પ્રેસિડેન્ટ એવોર્ડથી સન્માનિત કરવા બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, “આચાર્ય લોકેશજીએ તેમના માનવતાવાદી કાર્ય દ્વારા વિશ્વમાં ભારત દેશ અને સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું છે. ભારતનાં ઋષિમુનિઓનું જ્ઞાન અને તપ વિશ્વમાં શાંતિ અને સદભાવનાનો માર્ગ મોકળો કરે છે. અત્યારે દુનિયા ભારતીય સંસ્કૃતિ અને માન્યતાઓને સન્માનની નજરે જોઈ રહી છે.આચાર્ય લોકેશજીએ રાજ્યપાલને વિશ્વ પર્યાવરણ દિવસ પર રાજભવન ખાતે 'ધર્મ અને પર્યાવરણ સંરક્ષણ' વિષય પર કોન્ફરન્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાજ્યપાલે આ પ્રસ્તાવને સહર્ષ સ્વીકારી લીધો અને કોન્ફરન્સનું આયોજન કરવા સૂચના આપી.૨ જૂન, ૨૦૨૪નાં રોજ સવારે ૧૦ વાગ્યે મહારાષ્ટ્ર રાજભવનનાં દરબાર હોલમાં 'ધર્મ અને પર્યાવરણ સંરક્ષણ'નાં આયોજનની મંજૂરી મળતાં ‘અહિંસા વિશ્વ ભારતી’ સંસ્થાનાં કાર્યકરો અને સહયોગીઓમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી.બૌદ્ધ કલ્ચરલ ફાઉન્ડેશન ઈન્ડિયાનાં અધ્યક્ષ ભંતે દીપાંકર સુમેધોએ જણાવ્યું હતું કે, “આચાર્ય લોકેશજીને અમેરિકન પ્રેસિડેન્શિયલ એવોર્ડથી સન્માનિત કરવાથી ધર્મ, સંસ્કૃતિ અને આધ્યાત્મિક જગતનું ગૌરવ વધ્યું છે.”
રિપોર્ટ નટવરલાલ. ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.