હિંમતનગરમાં ભર બપોરે નિવૃત્ત પોલીસ દંપતિની કરપીણ હત્યા,લૂંટ વીથ મર્ડરની ઘટના, ઘૂંટાતું રહસ્ય.
લોકસભાની ચુંટણીને લઈને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાનાર છે ત્યારે જિલ્લાનું સમગ્ર પોલીસ તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે મંગળવારે ભર બપોરે હિંમતનગરના ખેડતસીયા રોડ પર આવેલ એક સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ દંપતિની અજાણ્યા શખ્સોએ આવીને તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યા બાદ કરપીણ હત્યા કરતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. લૂંટ વિથ મર્ડરની ઘટના બાદ જિલ્લા પોલીસવડા કાફલા સાથે આવીને તપાસનો દોર શરૂ કર્યો છે.
આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરના ખેડતસીયા રોડ પર આવેલ રામનગર સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ જે. ભાટી અને તેમના પત્નિ મીનાકુમારી ભાટી મંગળવારે બપોરના સુમારે પોતાના ઘરમાં હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ગમે તે કારણસર આવી દંપતિ સાથે ઝપાઝપી કરી હોવાનું અનુમાન છે ત્યારબાદ આ અજાણ્યા શખ્સોએ અદાવત અથવા તો અન્ય કોઈ કારણસર નિવૃત્ત પોલીસ કર્મચારી વિક્રમસિંહ ભાટીના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચાડતાં લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા.
ત્યારબાદ અજાણ્યા શખ્સોએ તેમના પત્નિ મીનાકુમારીને પણ નિશાન બનાવી હત્યા કરી દેતાં આ દંપતિ પલંગના નીચે બંને તરફ ઢળી પડયા હતા. ત્યારબાદ જોત જોતામાં લૂંટ વિથ મર્ડરની ઘટના અંગે આ વિસ્તારમાં જાણ થતાં જિલ્લાનું પોલીસ તંત્ર તાબડતોબ દોડી આવ્યુ હતુ અને જે ઘરમાં હત્યા થઈ હતી તે ઘરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એફએસએલ, ડોગ સ્કોડ અને ફીંગરપ્રિન્ટ નિષ્ણાંત દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા હતા.
બપોરના સમયે અડધા કલાકમાં અજાણ્યા શકશો હત્યા કરી લૂંટ કરી રોકડ રૂપિયા 35 લાખ અને 65 તોલા સોનાના દાગીનાની લૂંટ કરી હતી. કુલ ૭૭ લાખ 25 હજારની લૂંટ થયાની ફરિયાદ નોંધાવી છે.
જોકે ઘટના બન્યા બાદ સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોઈ રહસ્ય બહાર આવ્યુ નથી. પોલીસ અધિકારીઓ પણ તપાસ કરી રહયા હોવાથી કોઈ વિગત જાહેર કરતા નથી દરમ્યાન રામનગરમાં બનેલી આ ઘટનાના ફોટાઓ સોશ્યલ મીડીયામાં વાયરલ થયા બાદ તેને જોઈને અનેક લોકો ભાવુક બની ગયા હતા. તેમ છતાં લૂંટ વિથ મર્ડરની ઘટના અંગે સમગ્ર હિંમતનગર શહેરમાં અનેકવિધ ચર્ચા સાથે અનુમાનોનો દોર ચાલી રહયો છે. તેમ છતાં પોલીસ તંત્ર તપાસ કરીને ગુનાનો ભેદ ઉકેલી હત્યારાઓને ઝડપી પાડે ત્યાં સુધી સાચી વિગતો માટે રાહ જોવી રહી. હિંમતનગરની રામનગર સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ ભાટી તેમના પત્નિ મીનાકુમારીબાનું મૂળ વતન ઇડર તાલુકાના મોટાકોટડા ગામ છે તેઓ નિવૃત્ત પોલીસ મીનાકુમારીબાનું મૂળ વતન ઈડર તાલુકાના મોટાકોટડા ગામ છે તેઓ નિવૃત્ત પોલીસ કર્મચારી હોવા છતાં હિંમતનગરમાં પોતાની માલિકીના મકાનમાં રહે છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180097.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.