વઢવાણ તાલુકાના વિસ્તારોમાં ગટરો ઉભરાતા ચોમાસા જેવો માહોલ સર્જાતાં લોકો માં રોષ. - At This Time

વઢવાણ તાલુકાના વિસ્તારોમાં ગટરો ઉભરાતા ચોમાસા જેવો માહોલ સર્જાતાં લોકો માં રોષ.


*વઢવાણ સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા જનતા ને એક ને ગોળ ને એક ને ખોળ પીરસાય રહ્યો છે*

તા.29/4/2023 ને સોમવાર વઢવાણ સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા વઢવાણ ની જનતા સાથે ભેદભાવ કરી રહ્યા છે આજે વઢવાણ શહેર વોડ નં 13 માલધારી સમાજ નો વિસ્તાર નરશીટેકરી પાછળ ખાડુ વિસ્તાર છેલ્લા 30 વર્ષોથી વિકાસ ની રાહ જોઇને બેઠા છે ડીજીટલ ઈન્ડિયાની વાતુ મા પણ માલધારી વિસ્તાર નરશીટેકરી પાછળ ખાડુ વિસ્તાર માં ગટરનું ગંદું પાણી નળ કનેકશન મા આવે છે રોડ રસ્તા નો અભાવ છે ભુગર્ભ ગટર ના પાણી ઉભરાઈ ને રોડ ઉપર આવે છે ત્યારે આજે ગરમી ના મોસમમાં ઘર આંગણે બાહર બેસાય તેવી પણ સુવિધા નથી સમગ્ર વિસ્તારમાં ભુગર્ભ ગટર નુ પાણી ઉભરાઈ ને રોડ પર આવે છે મચ્છર નો ત્રાસ બહુ છે રોડ ઉપર ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે 30 વર્ષોથી વિકાસ નથી થયો ભાજપના નેતાઓ ચુંટણી આવે ને મોટા મોટા ખોટા ખોટા વાયદાઓ કરી ને જતા રહે છે ચુંટણી પછી નેતાઓ દેખાતા નથી સ્થાનીક રહેવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વોર્ડ નં 13 નરશીટેકરી પાછળ ખાડુ વિસ્તાર ના રહેવાશી મત નહીં આપવાની ચીમકી આપી રહ્યા છે
ત્યારે આમ આદમી પાર્ટી ના નેતા સતીષ ગમારા ને આ વિસ્તાર ના રહેવાસીઓએ જાણ કરી ને વિસ્તારમાં આવો ત્યારે સતીષ ગમારા એ વિસ્તારના લોકો સાથે વાર્તાલાપ કરીને સમજાવ્યા ચુંટણી મા મતદાન કરવુ એ લોકશાહી અધીકાર છે મતદાન અવશ્ય કરો અને જાગૃત બનો સમજાવ્યા પણ વઢવાણ સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા વઢવાણ શહેર ની જનતા સાથે ભેદભાવ કરી રહ્યા છે વોર્ડ નં 13 એક ને ગોળ ને એક ને ખોળ પીરસાય રહ્યો છે માલધારી સમાજ વિસ્તાર નરશીટેકરી પાછળ ખાડુ વિસ્તાર માં વિકાસ થી વંચીત છે

અહેવાલ,જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.