આરેણા પે સેન્ટર શાળામાં શિક્ષકશ્રીનો નિવૃત્તિ વિદાય કાર્યક્રમ યોજાયો
શ્રી આરેણા પે સેન્ટર શાળા અને પેટા શાળાઓના સંયુક્ત ઉપક્રમે તારીખ 22 4 2024 ના રોજ શ્રી અમુલખ બાલુભાઈ મોરીનો ભવ્ય વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી ઓડેદરા સાહેબ, પ્રાથમિક શિક્ષક સંઘ, શૈક્ષિક મહાસંઘ અને ઉત્કર્ષમંડળના હોદ્દેદારો તેમજ કેળવણી નિરીક્ષકશ્રી દેવશીભાઈ નંદાણીયા, બીઆરસી કોઓર્ડીનેટર નરેન્દ્રસિંહ ચુડાસમા ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ તેમજ માંગરોળ તાલુકાની જુદી જુદી શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષક શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોરી સાહેબના પરિવારજનો સગા સંબંધીઓ ની હાજરી પણ મોટા પ્રમાણમાં રહેલ. તાલુકા વિકાસ અધિકારીશ્રી ઓડેદરા સાહેબે પોતાના પ્રવચનમાં આવનારી લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરવા અપીલ કરી હતી આ સાથે શ્રી આરેણા પે.સેન્ટર શાળાના ધોરણ આઠના બાળકોનો વિદાય કાર્યક્રમ પણ યોજવામાં આવેલ ઉપસ્થિત અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા આ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ
સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરેણા પે સેન્ટરના શિક્ષક શ્રી જશવંત ગઢવીએ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા આરેણા પે.સેન્ટર અને પેટા શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવે
રિપોર્ટર સુદીપ ગઢીયા -9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.