લકડી પોયડા ગામ ખાતે ‘ચુનાવ પાઠશાળા’ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને મતદાન માટે પ્રેરિત કરાયા
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના લકડી પોયડા ગામ ખાતે ‘ચુનાવ પાઠશાળા’ કાર્યક્રમ દ્વારા ગ્રામજનોને મતદાન માટે પ્રેરિત કરાયા હતા.આગામી લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે માટે સ્વીપ અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અનુસંધાને લુણાવાડા તાલુકાના લકડી પોયડા ગામે ‘ચુનાવ પાઠશાળા’ કાર્યક્રમ યોજાયો હતો. દેશની ગૌરવવંતી લોકશાહીને જીવંત અને મજબુત બનાવવા માટે મતદાન દ્વારા નાગરિકોની ભાગીદારીની જરૂરીયાત સમજાવવામાં આવી હતી. વધુમાં ગ્રામજનો ૭ મે ના રોજ અચૂક મતદાન કરે તેમજ સ્વજનોને મતદાન માટે પણ પ્રેરિત કરે તેવી અપીલ કરવામાં આવી હતી.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.