ધંધુકા તાલુકાના દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડે દ્વિતિય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ યોજાયો.
ધંધુકા તાલુકાના દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડે દ્વિતિય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ યોજાયો.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડે દ્વિતિય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ "દાદાને વ્હાલી દીકરી" અંતર્ગત ભવ્ય આયોજન કરાયું, જેમાં 11 માં બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન તેમજ સનાતન ધર્મની રક્ષા વિશ્વ કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞ તેમજ આઈ માતા આરાધના લોક સાહિત્ય ડાયરો, તેમજ મહા રક્તદાન કેમ્પમાં 700 બોટલ રક્ત એકત્ર થયું, 1008 દીવડાની આરતી યોજાઈ તો સનાતન ધર્મની અખંડ સેવા કાર્ય કરતા આગેવાનની રક્ત તુલા સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા જેમાં રાજકીય સામાજિક મહાનુભાવો તેમજ ધામ ધામથી સાધુ સંતો મહામંડલેશ્વર અને આઈ માતાજી પધાર્યા, 60 વીઘા જમીનમાં યોજાયો ભવ્ય મહોત્સવ, તો 11 માં બાપ વગરની દીકરીઓને સોના ચાંદીની ઘરેણાથી લઈ ઈલેક્ટ્રોનિક ફર્નિચર સહિત ઘર વખરીની કુલ 355 વસ્તુઓનો કરિયાવર કરાયો, 60 વીઘા જમીનમાં યોજાયો ભવ્ય કાર્યક્રમ, સતત ખડેપગે 1200 સ્વયંસેવકોએ સેવા આપી, સનાતન ધર્મની અખંડ સેવા કરતા આગેવાનની રક્ત તુલા કરાઈ, લોક ડાયરામાં ચલણી નોટોનો થયો વરસાદ અનેક ખ્યાતનામ કલાકારોએ રંગત જમાવી, તો કાર્યક્રમમાં 50 હજારથી પણ વધુ ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડયું ભોજન પ્રસાદ શરબત પાણી સહિતની તમામ સુવિધાઓ સાથેનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ભાલ વિસ્તારમાં આવેલ પચ્છમ ગામ ખાતે આવેલું છે સુપ્રસિધ્ધ દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડે કે જ્યાં મંદિરના દ્વિતિય પાટોત્સવ નિમિત્તે ભવ્યાતિભવ્ય પંચામૃત મહોત્સવ કાર્યક્રમ "દાદાને વ્હાલી દીકરી" નું કરાયું હતું જે પંચામૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 50 હજારથી પણ વધારે ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડયું હતું, પંચામૃત મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં દ્વિતિય પાટોત્સવ પૂજન યોજાયું તો મંદિરને અવનવા ફૂલોનો ભવ્ય દિવ્ય શણગાર કરાયો તો સમગ્ર મંદિરને લાઈટ ડેકોરેશનથી અદ્ભુત સજાવટ કરાઈ હતી, તો જેને લઈ હજારો ભાવિકો દ્વિતિય પાટોત્સવ દર્શને તેમજ સમૂહ લગ્ન તેમજ લોકડાયરા સહિતના પંચામૃત મહોત્સવ માં ભાગ લેવા માટે ઉમટી પડ્યા હતા, તો આ કાર્યક્રમમાં ધામેધામથી સંતો મહંતો મહામંડલેશ્વરો સહિત આઈ માતાજી પધાર્યા હતા જેઓનું પચ્છમ ધામના મહંત ભૂવાજી વિજયસિંહ બાપુએ સ્વાગત સન્માન કર્યું હતું, સનાતન ધર્મની અખંડ સેવા માં સદાય તત્પર રહેતા આગેવાન પ્રવીણસિંહ ગોહિલનું રક્ત તુલા કરી કરાયું સન્માન, સમૂહ લગ્નમાં માં બાપ વગરની 11 દીકરીઓના લગ્ન કરાયા જેમાં સોના ચાંદીના દાગીનાઓ તેમજ ઈલેક્ટ્રોનિક ફર્નિચર ઘરવખરી ની 355 જેટલી વસ્તુઓ કરિયાવર માં અપાઈ, લોક ડાયરામાં 10 રૂપિયાની ચલણી નોટોનો થયો વરસાદ તો લોક ડાયરામાં રાજભા ગઢવી, ઉમેશ બારોટ જેવા અનેક વિખ્યાત કલાકારોએ રંગ જમાવ્યો હતો, તો સમગ્ર મહોત્સવમાં 1200 સ્વયંસેવકોએ છેલ્લા 4 દિવસથી ખડેપગે સેવા કરી અને કાર્યક્રમને સુંદર રીતે પૂર્ણ કર્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.