પોલીસ ઓબ્ઝર્વર મેરીન જોસેફએ આણંદ, ઉમરેઠ અને આંકલાવ વિધાનસભા મતવિસ્તારના EVM સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી
ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયા મુજબ લોકસભા સામાન્ય ચુંટણી - 2024 માટે નું મતદાન ગુજરાત રાજ્યની સાથે આણંદ જિલ્લામાં પણ આગામી મે મહિનાની 7 મી તારીખના રોજ યોજાનાર છે. ત્યારે, આ ચૂંટણી અંતર્ગત આણંદ સંસદીય મતવિસ્તાર માટે ભારતના ચૂંટણી પંચ - નવી દિલ્હી દ્વારા પોલીસ નિરીક્ષક તરીકે મેરીન જોસેફ (IPS), ખર્ચ નિરીક્ષક તરીકે આકાશ જૈન (IRS) અને જનરલ નિરીક્ષક તરીકે ટી. આનંદ (IAS) ની નિમણૂક કરવામાં આવી છે. આ ત્રણેય નિરીક્ષકો આણંદ ખાતે આવી ગયા છે.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.