ભચાઉ નગરમાં રખડતા આખલાઓ ને કાબુમાં ન કરતા નગરપાલિકા ના મુખ્ય જવાબદાર અધિકારી ઉપર પોલીસ ફરિયાદ દાખલ થવા વિપક્ષ દ્વારા રજુવાત કરાઈ
*ભચાઉ નગરમાં રખડતા આખલાઓ ને કાબુમાં ન કરતા નગરપાલિકા ના મુખ્ય જવાબદાર અધિકારી ઉપર પોલીસ ફરિયાદ દાખલ થવા રજુવાત*
સંદર્ભ -તા.19/04/2024 ના સાજે આશરે સાડા સાત વાગ્યે ભટપાળીયા વિસ્તારમાં એક મહિલા ને આંખલા એ હડફેટે લેતા ફ્રેકચર સહિત ની ગંભીર ઈજાઓ પહોંચાડી ઘાયલ કરેલ છે.
મેરબાન સાહેબ જયભારત સાથે જણાવવાનું કે ભચાઉ નગરના ભટપાળીયા વિસ્તારમાં ગત તા.19 એપ્રિલ સાંજના સાડા સાત વાગ્યા આસપાસ પોતાના દિકરા સાથે બાઈક ઉપર બેસી ને જતા લક્ષ્મી બેન ધૈયડા જેઓ ભચાઉ નગરપાલિકા ના પૂર્વ નાયબ વિપક્ષી નેતા છે હાલમાં ભચાઉ શહેર કોંગ્રેસ મહિલા પાંખ ના પ્રમુખ છે, સાથે સાથે તાલુકા કોંગ્રેસ મહિલા પાંખ ના પણ પ્રમુખ પણ છે.એવા આધેડ મહિલા ને ઝગડતા આંખલા એ હડફેટે લેતા જીવ ગુમાવવો પડે એવી સ્થિતિ ઉભી થઈ છે.એમના પગે સાથળના ભાગે ગંભીર ફ્રેકચર થયું છે.વળી પાર વગરની મૂઢ માર થી મહિલા ની હાલત ગંભીર બની છે.
અમોએ અનેક વખત આ બાબતે ઉપર લેવલે આ રખડતા આખલાઓ ના ત્રાસ અંગે રજુઆતો કરી છે પરંતુ માત્ર ભ્રષ્ટાચાર અને ભાગબટાઈ માં રાચતા વહિવટી તંત્ર આ લોક સમસ્યાઓ બાબતે એક ટકો પણ કામ કરતા નથી.દશેક દિવસ અગાઉ એક જૈન વણીક મહિલા ને પણ આખલા એ ગંભીર ચોટ પહોચાડેલ.એ મહિલા છે થઈ સાત દિવસ દવાખાને દાખલ રહેલ.બે દિવસ પહેલાં એક ઈનોવા કાર ને રોનકે ચડેલા આખલા એ નુકશાન પહોંચાડેલ અંદર બેઠેલા લોકો ડર ના માર્યા ગાડી થી બહાર ન નિકળેલ.આમ ભચાઉ નગરમાં રખડતા ઢોરો એ અવારનવાર લોકો ને ભયંકર શારિરીક ઇજાઓ પહોંચાડી હોય છતાં નગરપાલિકા ના મુખ્ય જવાબદાર અધિકારી સરકારી પગાર મેળવી, સરકારી કામો જે લોકહિત માં હોય એવા કામ ન કરી જનતા સાથે બેઈમાની કરી રહેલ છે.આશરે પાંચેક મહિના પહેલાં નવી ભચાઉ ના એક વૃદ્વ આંખલા ની હડફેટે મૃત્યુ થયું હતું એવું પણ જાણવા મળેલ છે.વળી થોડા દિવસ પહેલાં 67 વરસના એક વૃધ્ધ ને રાપરમાં આખલા એ મારી નાખેલા એ સમાચાર પણ આવેલા.આવા વારંવાર ગંભીર બનાવો બનતા હોય છતાં નગરપાલિકા હેઠળ ના જવાબદાર અધિકારીઓ એક ટકો પણ આ બાબતે પગલાં ભરતા નથી.પોતાના ટીએ,ડીએ,અન્ય ભથ્થાઓ ના બિલો બનાવવા માં ક્યારેય ન ચુકતા આ અધિકારી ઓ પ્રજાને કનડતી મુશિબતો અંગે શામાટે ચૂપ રહે છે ? ભચાઉ નગરપાલિકા પાસે રખડતા ઢોરો ને પકડવાની ટ્રોલી પણ છે.વળી આ રખડતા ઢોરો ને સાચવવા કચ્છ ભરમાં અનેક ખાનગી જીવદયા પ્રેમીઓ દ્વારા ચાલતા ઢોરવાડાઓ પણ છે.છતા ક્યાં કારણોસર આ રખડતા આંખલા ઓ આ ભચાઉ નગરપાલિકા માટે ભચાઉ નગરમાં જ રખડતા રાખવાના ફાયદા છે એ સમજાતું નથી.જેથી તારીખ 19/04/2024 ને શુક્રવાર ના બનાવ સંબંધે અમોએ તત્કાલીન ભચાઉ પોલીસ મથકે આ બાબત ની જાણ પણ કરેલ છે.અને વિગતે અમો આ બનાવ અંગે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ લખાવશુ.જો આ બનાવ ના જવાબદાર અધિકારીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભચાઉ નગરમાં અમો આખલાઓ થી બચવા લોકો ને સાથે રાખી ઉપવાસ,જન આંદોલન કરવાની ફરજ પડશે.આ આંદોલન ની આગેવાની એક જવાબદાર નાગરિક તરીકે હું રાઠોડ મનજીભાઈ પ્રમુખ ભચાઉ શહેર કોંગ્રેસ કરીશ જે બાબતે યોગ્ય થવા વિનંતી.
નકલ રવાના
(૧)નાયબ કલેકટરશ્રી ભચાઉ ૨) કલેકટરશ્રી ભૂજ કચ્છ
(૩) કમિશનરશ્રી મુખ્ય નગરપાલિકા ઓની કચેરી, રાજકોટ
(૪)શહેરી વિકાસ મંત્રી શ્રી (૫) ધારાસભ્ય શ્રી ગાંધીધામ
(૬) સંસદસભ્ય શ્રી કચ્છ (૭) ચીફ ઓફિસર ભચાઉ ન.પા.
લિ.મનજીભાઈ આર.રાઠોડ
પ્રમુખશ્રી ભચાઉ શહેર કોંગ્રેસ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.