રાજકોટમાં લૂ લાગવાના બનાવો વધતાં ખાસ 25 બેડનો વોર્ડ ઊભો કરાયો, ડોક્ટર-પેરા મેડિકલ સ્ટાફ તહેનાત - At This Time

રાજકોટમાં લૂ લાગવાના બનાવો વધતાં ખાસ 25 બેડનો વોર્ડ ઊભો કરાયો, ડોક્ટર-પેરા મેડિકલ સ્ટાફ તહેનાત


રાજકોટ શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થયો છે. જેને લઈને હાલ લૂ લાગવાના બનાવો વધતા સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ બન્યું છે. સિવિલ હોસ્પિટલ દ્વારા અલગથી 25 બેડનો વોર્ડ પીએમએસેસવાય બિલ્ડિંગમાં ઊભો કરવામાં આવ્યો છે. જેમાં ડોક્ટરની સાથે જ પેરા મેડિકલ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી કોઈપણ દર્દીને આ વોર્ડમાં એડમિટ કરવાની જરૂર પડી નથી. છતાં ગરમીમાં વધારો થવાની શક્યતા હોવાથી સિવિલ અધિક્ષક દ્વારા અલગ વોર્ડ ઊભો કરવાની સાથે લોકો માટે કેટલાક મહત્વના સૂચનો આપવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.