લીંબડીમાં નર્સિંગ કોલેજની છાત્રાઓએ મતદાનના દિવસે બિનચૂક મતદાન કરવા લીધા શપથ - At This Time

લીંબડીમાં નર્સિંગ કોલેજની છાત્રાઓએ મતદાનના દિવસે બિનચૂક મતદાન કરવા લીધા શપથ


લોકશાહીના મહાપર્વ એવા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માટે ગુજરાતમાં તા.૦૭ મેના રોજ મતદાન થવાનું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે પુરુષ, મહિલા, યુવા સહીત દરેક વર્ગના નાગરિકોની ભાગીદારી માટે ‘સ્વીપ’ કાર્યક્રમ થકી જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે દરેક મતદારને અચૂક મતદાન કરી પોતાનો કિંમતી અને પવિત્ર મત આપવા માટે જાગૃત, સક્ષમ અને સશક્ત કરવા અનેક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે ચૂંટણી તંત્ર દ્વારા આ ચૂંટણીમાં મહિલા મતદારોની ભાગીદારી પણ વધે તે માટે પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે જે અન્વયે ૬૧-લીંબડી વિધાન સભામાં સમાવિષ્ટ સાયલા તાલુકાની ઓમ નંદીશ સ્કુલ ઓફ નર્સિંગ સંસ્થા ખાતે ‘ચુનાવ પાઠશાલા કાર્યક્રમ’ અંતર્ગત મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લોકશાહીમાં મહિલા મતદારની ભાગીદારી પણ પુરુષ મતદાર જેટલી જ મહત્ત્વની હોવાથી કોલેજની છાત્રાઓને લોકશાહીમાં ચૂંટણીની મહત્તા સમજાવી, અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા તેમજ ચૂંટણીના દિવસે પરિવારના સંગાથે બિનચૂક મતદાન મથકે જઈ મતદાન કરવા માટે ‘આમંત્રણ પત્રિકા’ થકી આમંત્રણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત છાત્રાઓને “મતદાર પ્રતિજ્ઞા” લેવડાવી સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા હતા આ તકે નાયબ મામલતદાર હિતેશ એમ.ચાવડા, બુથ લેવલ ઓફિસર ભરતભાઈ સભાણી, કોલેજ સંચાલક બુટેશભાઈ પટેલ અને અંકીતભાઈ પટેલ સહીત કોલેજ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં કોલેજની છાત્રાઓ ઉપસ્થિત રહી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.