સુરેન્દ્રનગરના થાનગઢમાં આવેલા શ્રી રામજી મંદિરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી થશે* - At This Time

સુરેન્દ્રનગરના થાનગઢમાં આવેલા શ્રી રામજી મંદિરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી થશે*


: ધાર્મિક દૃષ્ટિકોણથી, આ મહિનામાં ચૈત્ર નવરાત્રી, હિન્દુ નવું વર્ષ, સોમવતી અમાસ, વૈશાખી, હનુમાન જયંતિ, રામનવમી વગેરે જેવા ઘણા તહેવારો ધામધૂમ થી ઊજવવામાં આવે છે. આજે વાત કરવી છે રામનવમી તહેવારની. રામનવમી એ એક હિન્દુ તહેવાર છે જે હિન્દુ મહિનાના ચૈત્રના નવમા દિવસે ભગવાન શ્રીરામના જન્મની ઉજવણી કરાતી હોય છે. શ્રી રામ અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યાના પ્રથમ પુત્ર છે અને હિન્દુ દેવ વિષ્ણુના સાતમા અવતાર માનવામાં આવે છે. સમગ્ર રાષ્ટ્રમાં શ્રીરામ જન્મોત્સવ ઉજવવાની સાથે સાથે સુરેન્દ્રનગરના થાનગઢમાં શ્રી રામ ભગવાનના જન્મદિવસની ઉજવણીનો પ્રસંગ ધામધૂમથી ઉજવવાનું નક્કી થયું છે. સંવત ર૦૮૦ ચૈત્ર સુદ-૯ ને તા. ૧૭/૪/૨૦૨૪ના બુધવારે આયોજિત શ્રી રામ જન્મોત્સવ ઉજવણી અંતર્ગત
શોભાયાત્રા: શ્રી રામજી મંદિર થી પ્રસ્થાન: સવારે ૮:૩૦ કલાકે‌ મહા આરતી: બપોરે ૧૨:૦૫ મિનીટે થશે. ફરાળ પ્રસાદ : બપોરે ૧૨:૩૦ કલાકે : શ્રી રામજીમંદિર, થાનગઢ મુકામે ઉપલબ્ધ બનશે. જ્યારે રામધુન : બપોરે ૪:૦૦ કલાકે થશે. સદર ધર્મોત્સવ નો લાભ લેવા માટે - શ્રી રામજી મંદિર મહંતશ્રી તથા સમસ્ત હિન્દુ સમાજ - થાનગઢના મહંતશ્રી લાલદાસબાપુએ નિમંત્રિત કર્યા છે. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ થાનગઢ બજરંગ દળ, થાનગઢ શ્રી રામ જન્મોત્સવ સમિતી - થાનગઢનો સહયોગ પ્રાપ્ત થયો છે. આમને પ્રાપ્ત પત્રિકામાં દર્શાવ્યા પ્રમાણે આશરે ૨૫૦ વર્ષ પહેલા થાન-લખતર સ્ટેટ મહારાજા શ્રી કરણસિંહજીબાપુ દ્વારા શ્રી રામજી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. સંવત ૧૯૫૯ પોષ સુદ-૧૧ ને શનિવારના રોજ સુપાત્ર સાધુશ્રી દયાલદાસજી દેવીદાસ ગોંડલીયાને મંદિરની સેવા-પુજાનો કાર્યભાર સોપેલ. જે તેમના વંશોજો દ્વારા આજ સુધી ચાલુ છે. ગુજરાત પુરાતત્વ ખાતા દ્વારા તા. ૨૭/૭/૧૯૮૮ માં ગુજરાત હેરીટેજમાં આ મંદિરનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રેમ સે બોલો જય જય શ્રી રામ....

રિપોર્ટ જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.