નારીઓના મુક્તિદાતા એવા ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બી.આર.આંબેડકર સાહેબની ૧૩૩મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવવામાં આવી. - At This Time

નારીઓના મુક્તિદાતા એવા ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બી.આર.આંબેડકર સાહેબની ૧૩૩મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવવામાં આવી.


નારીઓના મુક્તિદાતા એવા ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બી.આર.આંબેડકર સાહેબની ૧૩૩મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવવામાં આવી.
તા.૧૪/૪/૨૪ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી હોય, ત્યારે તેને લોકો "ભીમ જયંતિ" જેવા રૂડા નામથી સંબોધે છે, એ વાત મુજબ સમગ્ર ભારત દેશમાં ૧૪મી એપ્રિલ એક રાષ્ટ્રીય તહેવાર તરીકે ભારત દેશમાં ઉજવાય છે, એજ રીતે વેરાવળ શહેરના ટાવર ચોક ખાતે, વેરાવળ તાલુકાના આગેવાનો દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં સર્વે ગ્રામીણ તથા શહેરી લોકો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ભવ્ય રેલીઓ કાઢવામાં આવી હતી, તથા ડો.બાબા સાહેબ આંબેડકરના નામના વેરાવળ ખાતે નારા ગુંજી ઉઠ્યા હતા, આથી ડો.બી.આર.આંબેડકરના સ્ટેચ્યુ પર ધારાશાસ્ત્રી શ્રી.વિરજીભાઈ ધોળિયા. તથા શ્રી.પંકજભાઈ સોલંકી. (એસ.પી.) તેમજ ભારતીય બોદ્ધ મહાસભાના ગુજરાત રાજ્ય પ.વિ.ના. અધ્યક્ષ આયુ. સામંતભાઈ બોદ્ધ દ્વારા ડો.બી.આર.આંબેડકરને ફુલહાર કરવામાં આવ્યા હતા.


8200012906
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.