આંબાવાડીમાં કારખાનામાંથી ચાંદીની ચોરી કરનાર ધૂળધોયા બેલડી ઝડપાઈ - At This Time

આંબાવાડીમાં કારખાનામાંથી ચાંદીની ચોરી કરનાર ધૂળધોયા બેલડી ઝડપાઈ


આંબાવાડીમાં કારખાનામાંથી ચાંદીની ચોરી કરનાર ચુનારાવાડની ધૂળધોયા બેલડીને ઝડપી ચોરીમાં ગયેલ રૂ.1.90 લાખની ચાંદી કબ્જે કરી આરોપીની પૂછતાછ હાથ ધરી હતી. બનાવ અંગે મવડી પ્લોટમાં પુનિતનગરમાં શનેશ્વર સોસાયટીમાં રહેતાં દીનેશભાઇ છગનભાઇ ગઢીયા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સંતકબીર રોડ નાલા પાસે આંબાવાડી મેઇન રોડ રઘુવિર સ્કુલવાળી શેરીમા આવેલ ગોકુલ શેડમા ભાડેથી શેડ રાખી કારખાનું ચલાવે છે. \
ગઇ તા.12/04/2024 ના રાત્રીના સાડા સાતેક વાગ્યે પોતાનું કારખાનુ બંધ કરતી વખતે ચાંદીનો માલ કારખાનામા રહેલ એક ટેબલના ખાનામા રાખીને કારખાનાને તાળા મારી તેમના કારીગર વજાભાઈ સાકરીયા સાથે કારખાનેથી નીકળી ગયેલ હતા.
બાદમાં બીજા દિવસે સવારના આઠેક વાગ્યાની આસપાસ કારખાનાએ આવેલ અને કારખાનુ ખોલેલ અને અમે ચાંદી કામ કરવા માટે ચાંદીનો માલ લેવા માટે જતા ટેબલમાં રાખેલ ચાંદીનો માલ જોવામા આવેલ ન હતો. જેથી બાજુમા કારખાનુ ધરાવાતા કૌટુબિંક ભાઈ વસંતભાઇ ગઢીયા સાહિતનાઓને વાત કરેલ હતી. કોઈ અજાણ્યો શખ્સ શેડના ઉપરના ભાગે હવા ઉજાશ માટે પતરા વચ્ચે જગ્યા રાખેલ છે ત્યાથી કારખાનામા આવી ટેબલના ખાનામા રાખેલ ચાંદીનો માલની ચોરી કરી નાસી છૂટ્યો હતો.
જેમાં 5 કીલો 700 ગ્રામ કાસ્ટીંગ ચાંદી રૂ.1.55 લાખ, 1 કીલો 400 ગ્રામ ચાંદીનો તૈયાર કાસ્ટીંગ માલ રૂ.31 હજાર, 600 ગ્રામનુ પીતળનુ બંગડીના ડેમો પીસનુ બોકસ અને બંગડીના પીતળના ચાર બોકસ મળી કુલ રૂ.1.90 લાખનો મુદામલની ચોરી થયાની ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસ મથકના પીઆઈ એન.જી.વાઘેલાની રાહબરીમાં પીએસઆઈ એમ.એસ. મહેશ્ર્વરી અને ટીમે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ચુનારાવાડની ધૂળધોયા બેલડીને ઝડપી ચોરીમાં ગયેલ રૂ.1.90 લાખની ચાંદી કબ્જે કરી આરોપીની પૂછતાછ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.