સોમનાથ ખાતે રામમંદિર ઓડીટોરીયમ હોલ ખાતે સન્માન સમારોહ યોજાયો
સોમનાથ ખાતે રામમંદિર ઓડીટોરીયમ હોલ ખાતે સન્માન સમારોહ યોજાયો
મહેમાનો ને વૃક્ષો અને હાથ વણાટ ની ચાલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં
સોમનાથ તા ૧૫
તા.13/4/2024 ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે ગુજરત સમન્વય શેડ્યુલ કાસ્ટ સંગઠન દ્વારા સોમનાથ ખાતે તેની ઉજવણી કઈક અનોખી રીતે જ કરવામાં આવી. જેની દીપ પ્રાગટય થી શરૂઆત કરીને જાણીતા લેખક, દિગ્દર્શક નિર્લોક પરમાર રચિત બાબાસાહેબ નાં જીવન કવન ને રજૂ કરતું એકાંકી નાટક ચેતન દોશી દ્વારા ભજવવામાં આવેલ હતું. ત્યારબાદ ડૉ. મીરાબેન સોલંકી દ્વારા મધુર દેશભક્તિ ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, ગુજરત સમન્વય શેડ્યુલ કાસ્ટ સંગઠન દ્વારા મહેમાનોને વૃક્ષોનું મહત્વ સમજાવવા માટે વૃક્ષ નો છોડ,શિલ્ડ અને વણાટ કામને પ્રોત્સાહન મળે તે માટે હાથ વણાટ ઊન ની ધાબળી આપી સન્માનિત કરાયા હતા અને વિવિધ ક્ષેત્રોમાં એવોર્ડ વિજેતા મહાનુભાવોને 'સમાજ રત્ન એવોર્ડ ' આપી સન્માનિત કરાયા હતા. જેમાં પદ્મશ્રી હીરબાઈ બેન લોબી, પદ્મશ્રી પ્રેમજિત બારીયા સાહેબ. ડૉ. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ થી સન્માનિત પ્રો. રમેશભાઈ મકવાણા અને શશીકાંત ભોજ , દાસી જીવણ શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ એવોર્ડ વિજેતા સામંતભાઈ
સોલંકી અને માનસિંહ ભાઈ ચાવડા, નારીરત્ન એવોર્ડ કું અલ્પાબેન સોસા, વર્લ્ડ બુક ઓફ પાર્ટીસીપેશન એવોર્ડ હસમુખ ભાઇ જંબુસરીયા, ઉત્તમ જીવન રક્ષા પદક એવોર્ડ, જગદીશભાઈ ડી. મકવાણા, સિનેલાઈફ એવોર્ડ નિર્લોક પરમાર , લાયન્સ ક્લબ પ્રતિનિધિત્વ એવોર્ડ ભરતભાઈ મારવાડી, સંત કબીર સાહિત્ય એવોર્ડ મહંત બાલકદાસજી પરમાર, સવિત્રીબાઈ ફૂલે મહિલા કલા સાહિત્ય એવોર્ડ કું સંગીતાબેન ધનજીભાઈ ડુંગરિયા, મહાત્મા ફુલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ ઇન્દ્રવદન ફૂલાભાઇ પંડ્યા, સમાજ રત્ન એવોર્ડ જગદીશભાઈ ભોજાણી, દિનેશભાઇ પરમાર, પ્રકૃતિપ્રેમી એવોર્ડ ડૉ. ગૌરાંગ બગડા, પોઝીટીવ પર્સન એવોર્ડ ગુણવંત ભાઇ બગડા, અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ એડવોકેટ રાજેશ ભજગોતર, બેસ્ટ અભિનય એવોર્ડ ચેતન દોશી, ક્રિએટિવ ચાઇલ્ડ એવોર્ડ સિધ્ધાર્થ જેઠવા ને સન્માનિત કરાયા હતાં તેમજ પદ્મશ્રી પ્રેમજીત બારીયા તેમજ પદ્મશ્રી હીરબાઇ બેન લોબી એ પ્રેરણાદાયી પ્રવચન આપી સૌને પ્રભાવિત કર્યા હતા અને બારીયા સાહેબ પોતાના હાથે બનાવેલા પોર્ટુગલ સ્થાપત્ય ના સ્કેચ સંગઠન ના ચેર પર્સન ભગવાનભાઈ ને ભેટ આપ્યા હતા. ,પ્રો. ડો. રમેશભાઈ મકવાણા એ આ ઇવેન્ટ ને આ વર્ષ ની શ્રેષ્ઠ ઇવેન્ટ ગણાવી હતી ડો બાબા સાહેબ ને સમગ્ર રાષ્ટ્ર ના નેતા , દેશ વિકાસ માં બાબા સાહેબની ભૂમિકા ની વિસ્તૃત જાણકારી આપી હતી,મોહનભાઈ બોરીચા એ આ ઇવેન્ટ રાજ્ય ની પ્રથમ હરોળ ની ઇવેન્ટ ગણાવી હતી, સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી જે. ડી.પરમાર એ ઇવેન્ટ ની સફળતા નો શુભ સંદેશ મોકલ્યો હતો, તેમજ સંસ્થા દ્વારા "શિક્ષણ માં એઆઈ ની ભૂમિકા" થીમ હેઠળ એઆઇ નો પરિચય ફાયદા સમસ્યા અને તેના ઉકેલ માટેના ઉપાયો અંગે સિધ્ધાર્થ ભાઇ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતાં. અને તેના વક્તવ્ય બાદ તેને તેની પાંચ વર્ષ ની પોકેટ મની જે પોતાના ગલ્લા માં ભેગી કરી હતી તે રું ૬૩૦૦. સંસ્થા ને દાન આપી ને સમાંજ ને દાન ના મહત્વ નો સંદેશ આપ્યો હતો.અને આ સંસ્થા ના એજન્ડા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત લોકો વધુ માં વધુ મત કરે અને કરાવે તે માટે સ્લાઇડ શો બતાવી અને સો ટકા મતદાન કરાવવાના ઇલેક્શન આઇ કોન દ્વારા શપથ લેવડવવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાક્યસિંહ ચાવડા(સમાજ કલ્યાણ અધિકારી),એમ.પી. બોરીચા જિલ્લા શિક્ષણ અધિકારી ગીર સોમનાથ, જેસીંગભાઇ વાણવી, ભગવાનભાઈ ચાવડા, બધાભાઇ મકવાણા,મનસુખભાઇ ગોહેલ,ડો.પુષ્પાબેન પરમાર,ગીરીશભાઈ ભજગોતર, ટા ભાભાઈ પરમાર,ગોવિંદભાઈ ચાવડા,ગોવિંદભાઈ મકવાણા, મોહનભાઈ બોરીચા (સદસ્ય શ્રી મહાત્મા ફુલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ પસંદગી સમિતિ) સાયકલિસ્ટ પ્રકાશ ડાભી,દિનેશ ચાંડપા દિનેશભાઈ ભજગોતર,શાંતિભાઈ સોલંકી, રાજા ભાઈ ચૌહાણ,સી.કે બાબરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતે આભાર વિધિ ગુજરત સમન્વય શેડ્યુલ કાસ્ટ સંગઠન નાં ચેરપર્સન શ્રી ભગવાન ભાઇ સોલંકી કરી અને આ કાર્ય ને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર મહેશ વાજા સોમનાથ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.