લાખો સૂક્ષ્મ જીવો માટે હિતેશ નારોલા નું નાનું પણ પ્રેરણાત્મક પરમાર્થ - At This Time

લાખો સૂક્ષ્મ જીવો માટે હિતેશ નારોલા નું નાનું પણ પ્રેરણાત્મક પરમાર્થ


લાખો સૂક્ષ્મ જીવો માટે
હિતેશ નારોલા નું નાનું પણ પ્રેરણાત્મક પરમાર્થ

દામનગર ના હાલ સુરત સ્થિત યુવક હિતેશ નારોલા કંઇક નવું કરવા હમેશા અગ્રેસર રહે છે આપના હાથ જગનાથ પરમાર્થ ભલે નાનું હોય પણ પ્રેરણાત્મક છે સદવિચાર ને સમયોચિત ક્રિયાશીલ બનાવી દેવાય તો નાનું પણ સૌથી મોટું જીવદયા નું કાર્ય કરી શકાય છે દરેક જીવાત્મા નું કલ્યાણ થાય આવી નાની પ્રવૃત્તિ થી ખૂબ ખુશી વ્યક્ત કરતા હિતેશ નારોલા એ જણાવ્યું હતું કે મારા અંતરઆત્મા ને ચોક્કસ રાજી કરતું આ પરમાર્થ ભલે નાનું હોય પણ હાથી મણ અને કીડી ને કણ એ કહેવત ને ચરિતાર્થ કરતા લાખો સૂક્ષ્મ જીવો માટે શ્રીફળ માં સુરમું ભરી વેરાન વગડા નદી નાળા ઓના ખુલ્લા પટ ડુંગરાળ પ્રદેશ વન્ય વિસ્તારો માં શ્રીફળ માં શિદ્ર કરી તેમાં સુરમું ભરી મૂકી દેવાય છે જે દિવસો સુધી ખરાબ થતું નથી ધૂળ માટી કે વરસાદ માં પલળી ને બગડતું નથી અને લાખો સૂક્ષ્મ જીવો ને આહાર મળી રહે છે જીવદયા ની આ પ્રવૃત્તિ માં ઓછા ખર્ચ થી લાખો જીવાત્મા ને પોષણ આપી શકાય છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.