બોટાદમાં બાઈકના હેન્ડલ ઉપર ટિંગાળેલું ત્રણ લાખ ભરેલું ઝબલું કોઈ શખ્સ શેરવી ગયો
બાઈક ચાલક દુકાનમાં પાણી પીવા છતાં ઘટના બની
બોટાદમાં દુકાને પાણી પીવા છતાં બાઈકના હેન્ડલ ઉપર ટિંગાળેલા રૂપિયા ત્રણ લાખ ભરેલું ઝબલું લઈ અજાણ્યો શખ્સ ફરાર થયો ગયો બોટાદના કેરીયા નંબર એક ગામે રહેતા હરેશભાઈ ત્રિભોવનભાઈ ખાંભડીયાએ ઉંમર 45 તારીખ 12 4 2024 એ સવારના સમયે પોતાના ઘરેથી માતા તખુબેન સાથે બોટાદ sbi ની બ્રાન્ચમાં કૃષિ લોન લીધી હોય તે ભરવા માટે રૂપિયા ત્રણ લાખ લઈને નીકળ્યા હતા. ત્યારબાદ બોટાદ એસબીઆઇ બેન્ક કર્મચારીને કૃષિ લોન ભરવા માટે કહેતા કર્મચારીએ હરેશભાઈ ને કહ્યું કે તમારી કૃષિ લોન ભરવા માટે ₹3,23,800 ભરવાના છે જેથી હરેશભાઈએ પોતાના બીજા ખાતામાં રૂપિયા 21,000 પડ્યા હતા અને ઉપરના રૂપિયા હરેશભાઈ પાસે હતા. જેમાં રૂપિયા 1500 ઘટ્યા એટલે હરેશભાઈએ તેમના કાકાના દીકરા ઘનશ્યામભાઈ ને ફોન કરી હરેશભાઈ તેમની માતા તખુબેનને બેંકે બેસાડી પોતાના ભત્રીજા પાસે પૈસા લેવા માટે ગયા હતા અને પૈસા લઈ પરત બેંકે આવતા બેંક કર્મચારીએ તેમને ઉપરના માળે પૈસા ભરવાનું કહેતા હરેશભાઈ ઉપરના હરેશભાઈ ઉપરના માળે પૈસા ભરવા જતા કૃષિ ના અધિકારી રજા ઉપર હોવાથી સોમવારે પૈસા ભરવા આવવાનું કહેતા હરેશભાઈ ને બીજી બેંકે કામ હોવાથી હરેશભાઈ તેમની માતાને રિક્ષામાં રેલવે સ્ટેશન મોકલી હરેશભાઈ sbi ની સામે આવેલી સરકારી હાઈસ્કૂલની દિવાલ પાસે બાઈક લઈ ઉભા રહી અને પોતાની પાસે રહેલા રૂપિયા ત્રણ લાખ ૩,૦૨,૦૦૦ કાળા કલરના છબલામાં મૂકી આ થેલી પોતાના બાઈકના હેન્ડલ ઉપર ટીંગાડી ત્યાંથી રોડની સામે આવેલી દુકાને પાણી પીવા ચાલીને ગયા હતા. ત્યારબાદ હરેશભાઈ પરત બાઈક પાસે આવી બાઈક લઈ ત્યાંથી હવેલી ચોકે પહોંચી હરેશભાઈ થેલીમાં જોતા થેલીમાંથી રૂપિયા ત્રણ લાખ બે હજાર ભરેલું ઝબલું ન મળતા હરેશભાઈ પાછા બેંકે જઈ આજુબાજુ તપાસ કરતા રૂપિયા 3,02,000 ભરેલું ઝબલું મળી ન આવતા હરેશભાઈ ખાંભડીયાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી બોટાદ પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.