જસદણ અતુલ મોટર્સના કર્મચારી મેહુલ પરમારે ૩.૪૬ લાખની ઉચાપત કરી - At This Time

જસદણ અતુલ મોટર્સના કર્મચારી મેહુલ પરમારે ૩.૪૬ લાખની ઉચાપત કરી


ડાઉન્ટ પેમેન્ટ અને વિમાના રૂપિયા ગ્રાહકો પાસેથી લઈ કંપનીમાં જમા કરાવવાના બદલે ચાઉં કરી જતા પોલીસમાં ફરીયાદ

જસદણ અતુલ મોટર્સના સેલ્સમેનએ ડાઉન્ટ પેમેન્ટ અને વિમાના રૂપિયા ૩.૪૬ લાખ ગ્રાહકો પાસેથી લઇ કંપનીમાં જમા ન કરાવી ઉચાપત કરતા પોલીસમાં ફરીયાદ થઇ છે. જેમાં મળતી વિગતો મુજબ જસદણ-આટકોટ રોડ બાયપાસ ખાતે આવેલ અતુલ મોટર્સ મારૂતી સૂઝૂકી શો રૂમના મેનેજર દિલીપગીરી ગોસ્વામી રે. સરધારએ શોરૂમમાં સેલ્સ એકઝીકયુટીવ તરીકે નોકરી કરતા મેહુલ રતીલાલ પરમાર રહે. જસદણ સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ કંપનીના નામે ગ્રાહકોને વિશ્વાસમાં લઇ ડાઉન પેમેન્ટ તથા ઇન્સ્યોરન્સના કુલ ૧૧.૦૩,૪૯૭ ગ્રાહકો પાસેથી લઇ કંપનીમાં જમા કરાવવાનો બદલે પોતાની પાસે રાખેલ અને તેમાંથી આરોપીએ ૮.૧૬ લાખ પરત ચૂકવી આપેલ બાકીના પેનલ્ટી સહિતના રૂ. ૩,૪૬ લાખ ન ચૂકવી કંપની તથા ગ્રાહકો સાથે છેતરપીંડી કરી ઉચાપત કરી હતી. જસદણ પોલીસે આરોપી મેહુલ પરમાર સામે આઇપીસી ૪૦૬, ૪૦૮, ૪ર૦ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.