બોટાદ જિલ્લામાં બોલીવુડ સ્ટાઈલના બેનર્સ થકી લોકોને મતદાન કરવા માટે કરાયા પ્રોત્સાહિત
બોટાદ જિલ્લામાં બોલીવુડ સ્ટાઈલના બેનર્સ થકી લોકોને મતદાન કરવા માટે કરાયા પ્રોત્સાહિત
બોટાદ જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોની મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમો વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા થઈ રહ્યા છે.
બોટાદ જિલ્લામાં આગામી તા.7મી મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ અન્વયે બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.વધુમાં વધુ લોકો મતદાન કરે અને ખાસ કરીને યુવાનો મતદાન પર્વમાં ભાગ લે તેવા હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઠેર-ઠેર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે રમુજી અંદાજમાં વિવિધ પોસ્ટર્સ અને બેનર વડે મહત્તમ મતદાન કરવા નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.મતદાન અંગે લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં જાગૃતિ લાવવાનો આ અનેરો પ્રયાસ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.