લેખનની શરૂઆત લેખનના પ્રારંભિક સ્વરૂપો મેસોપોટેમિયા, ચીન, સિંધુ ખીણ અને મેસોઅમેરિકાના શહેરોમાં સ્વતંત્ર રીતે વિકસિત થયા હતા. - At This Time

લેખનની શરૂઆત લેખનના પ્રારંભિક સ્વરૂપો મેસોપોટેમિયા, ચીન, સિંધુ ખીણ અને મેસોઅમેરિકાના શહેરોમાં સ્વતંત્ર રીતે વિકસિત થયા હતા.


લેખનની શરૂઆત
લેખનના પ્રારંભિક સ્વરૂપો મેસોપોટેમિયા, ચીન, સિંધુ ખીણ અને મેસોઅમેરિકાના શહેરોમાં સ્વતંત્ર રીતે વિકસિત થયા હતા. પ્રથમ પ્રણાલી સામાન્ય રીતે ચિત્રાત્મક હતી. જેમાં વસ્તુઓ અથવા વિચારોનું પ્રતિનિધિત્વ કરતા પ્રતીકોનો સમાવેશ થતો હતો, પરંતુ મેસોપોટેમીયામાં 2800 બીસી સુધીમાં ક્યુનિફોર્મ તરીકે ઓળખાતી વધુ લવચીક સિલેબિક લિપિનો વિકાસ થયો હતો.
શાસક અને ચુનંદા વર્ગને લેખનથી નિયંત્રણ જાળવવામાં મદદ મળી હતી. જેનો ઉપયોગ મિલકતને લેબલ અને સૂચિબદ્ધ કરવા અને રાજાઓના ઉત્તરાધિકારને નામ આપવા માટે થતો હતો. પાછળથી, લેખનનો ઉપયોગ વાણિજ્યિક કરારો રેકોર્ડ કરવા, વ્યક્તિગત અને સરકારી પત્રો માટે થતો હતો. સૌથી અગત્યનુંએ હતું કે કાયદાઓની રચના અને કાયદાઓની વ્યાખ્યા કરવા માટે પણ કરવામાં લેખનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શાસકની સંપૂર્ણ સત્તાને અંકુશમાં કરવામાં માટેનું એક મહત્વપૂર્ણ પગલું લેખન દ્વારા થયું હતું.
સાહિત્ય રચના માટે લેખનનો ઉપયોગ બહુ મોડો થયો હતો. જો કે, ઘણા લાંબા સમય સુધી સાહિત્યની રચના એક મૌખિક ઘટના બની રહી હતી. સાહિત્યને લેખન દ્વારા રજુ કરવાનો પ્રયોગ મોડે મોડે થયો હતો. વિશ્વની સૌથી પ્રાચીન સાહિત્યિક કૃતિઓમાંની એક, મેસોપોટેમીયન એપિક ઓફ ગિલગામેશ, ફક્ત 7મી સદી બીસીમાં લખવામાં આવી હતી.
દેસાઈ માનસી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.