રમત-ગમત નો ઇતિહાસ
રમત-ગમત નો ઇતિહાસ
રમત-ગમત ની વ્યાખ્યા સામાન્યરીતે વ્યવસ્થિત, સક્ષમપણે અને કુશળતાપૂર્વક કરાતી શારીરિક પ્રવૃત્તિ તરીકે કરાય છે, જે માટે નિષ્ઠા અને નિષ્પક્ષ રમત જરૂરી છે. તેનું સંચાલન નિયમો કે રિવાજોના સેટ દ્વારા થાય છે. રમત-ગમતમાં પરિણામ નક્કી કરાય ત્યારે સ્પર્ધકની શારીરિક ક્ષમતા અને કૌશલ્ય મહત્વનાં પરિબળો હોય છે (જીતવું કે હારવું). શારીરિક પ્રવૃત્તિમાં લોકો, પ્રાણીઓ અને/અથવા બોલ તેમજ યંત્રો જેવા વિવિધ પદાર્થોની હલન-ચલનનો સમાવેશ થાય છે. એથી વિરુદ્ધ, કાર્ડ રમતો અને બોર્ડ રમતો જેવી રમતોમાં, જો કે તેને મગજની રમત-ગમતો કહી શકાય તેમ છતાં, તેમાં માત્ર માનસિક કૌશલ્ય જરૂરી છે. જોગીંગ તથા ખડક-આરોહણ જેવી બિન-સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓને સામાન્યરીતે મનોરંજક પ્રવૃત્તિઓ તરીકે વર્ગીકૃત કરાય છે.
ગોલમાં સ્કોર કરવો કે રેખાને પ્રથમ ઓળંગવી જેવા શારીરિક પ્રસંગો ઘણીવાર રમત-ગમતના પરિણામ નક્કી કરે છે. આમ છતાં, કેટલીક રમત-ગમતો જેવી કે ડુબકી મારવી, વેશ-પરિધાન તથા ફિગર સ્કેટિંગમાં કૌશલ્યની માત્રાના નિર્ણયને સુનિશ્ચિત માપદંડના આધારે કરાય છે. સૌદર્ય-દેખાવ અને શરીર-બાંધા શો જેવી નિર્ણય કરાતી પ્રવૃત્તિઓ આનાથી વિરુદ્ધમાં જાય છે, જ્યાં કૌશલ્ય દર્શાવાતું નથી અને તેના માપદંડ સુનિશ્ચિત હોતા નથી.
મોટાભાગની રમત-ગમતોમાં ચોક્કસ રેકોર્ડ સૌથી ઊંચી કક્ષાએ જાળવવામાં આવે છે અને અદ્યતન રખાય છે, જ્યારે નિષ્ફળતાઓ અને સિદ્ધિઓની રમત-ગમત સમાચારમાં વ્યાપક પ્રમાણમાં જાહેરાત કરાય છે. રમત-ગમતો મોટાભાગે આનંદ માટે અથવા લોકો સારી શારીરિક સ્થિતિમાં રહેવા વ્યાયામ કરવાનું જરૂરી ગણતા હોવાની એક સાદી હકીકતને કારણે રમાય છે. આમ છતાં વ્યાવસાયિક રમત-ગમત મનોંરજનનું મુખ્ય સાધન છે.
તેઓ હંમેશા સફળ ન થાય તેમ છતાં, રમત-ગમતમાં ભાગ લેનારાઓએ સારી ખેલદિલી, તથા પ્રતિસ્પર્ધકો અને અધિકારીઓ સાથે આદરપૂર્ણ વ્યવહારનાં ધોરણો પ્રદર્શિત કરવાની, અને રમત-ગમત હારે ત્યારે વિજેતાને અભિનંદન આપે તેવી અપેક્ષા રખાય
પ્રાચીન કલાકૃતિઓ તથા સરંચનાઓ સૂચવે છે કે ઈ.સ. પૂર્વે 4000માં રમત-ગમતની પ્રવૃત્તિઓમાં ચીની લોકો રોકાયેલા હતા.[૧] ચીનના પ્રાચીન ભૂતકાળમાં શારીરિક કસરતો લોકપ્રિય રમત-ગમત હોવાનું જણાય છે. ફારોહના સ્મારકો સૂચવે છે કે પ્રાચીન ઈજિપ્તમાં હજારો વર્ષ પૂર્વે, તરણ અને મચ્છીમારી સહિત સંખ્યાબંધ રમત-ગમતો સારી રીતે વિકસી હતી અને નિયંત્રિત કરાઈ હતી.[૨] અન્ય ઈજીપ્શિયન રમત-ગમતોમાં ભાલા ફેંકવા, ઊંચો કૂદકો તથા કુસ્તીનો સમાવેશ થતો હતો. પ્રાચીન પર્શિયન રમત-ગમતો જેવી કે પરંપરાગત ઈરાનિયન ઝુરખાનેહ લશ્કરી કલાને યુદ્ધ કૌશલ્ય સાથે ગાઢ જોડાણ હતું.[૩] પર્શિયામાં ઉદ્ભવ પામેલ બીજી રમત-ગમતો પોલો અને દ્વંદ્વયુદ્ધ છે.
પ્રાચીન ગ્રીસના સમયમાં વિવિધ શ્રેણીની રમત-ગમતો શરૂ થઈ હતી અને લશ્કરી સંસ્કૃતિ તથા રમત-ગમતના વિકાસે ગ્રીસમાં એકબીજા પર સારો પ્રભાવ પાડયો હતો. રમત-ગમતો ગ્રીસની સંસ્કૃતિનો એટલો મહત્વનો ભાગ બની હતી કે ગ્રીસના લોકોએ ઓલમ્પિક રમત-ગમતોનું સર્જન કર્યું, જે દર ચાર વર્ષે ઓલમ્પિયા નામના પેલોપોનેસસના નાના ગામમાં યોજાતી હતી.[૪]
પ્રાચીન ઓલમ્પિકથી હાલની સદી સુધીના સમયકાળમાં રમત-ગમતો વધુને વધુ વ્યવસ્થિત અને વિનિયમિત થઈ છે. ઉદ્યોગીકરણે વિકસેલાં અને વિકાસનાં દેશોના નાગરિકોનો આરામના સમયમાં વધારો કર્યો છે, જેથી નાગરિકોને પ્રેક્ષ્ય રમત-ગમતોમાં હાજર રહેવા અને અનુસરવાનો વધુ સમય મળ્યો છે. આ વલણો લોક-માધ્યમોના અને વૈશ્વિક સંચારના પ્રારંભ સાથે ચાલુ રહ્યાં છે. વ્યાવસાયિકપણું પ્રચલિત બન્યું, જેથી રમત-ગમતોની લોકપ્રિયતામાં વધુ વધારો થયો, કેમ કે રમત-ગમતના શોખીનો, રમત-ગમતમાં શોખથી ભાગ લેવા સાથે સંકળાયેલ વ્યાયામ અને સ્પર્ધાનો આનંદ ભોગવતી વખતે-રેડિયો, ટી.વી અને ઈન્ટરનેટ મારફત વ્યાવસાયિક વ્યાયામવીરોનાં પરાક્રમોને અનુસરવાનું શરૂ કર્યુ હતું.
નવા મિલેનિયમમાં, નવી રમત-ગમતો શારીરિક પાસાથી આગળ માનસિક કે મનોવૈજ્ઞાનિક સ્પર્ધાત્મક પાસા તરફ જઈ રહી છે.ઈલેકટ્રોનિક રમત-ગમતોની સંસ્થાઓ વધુને વધુ લોકપ્રિય બની રહી છે.
કાર્ય-બજવણી અંગેના નિર્ણય દ્વારા પરિણામ નક્કી કરાય તેવી પ્રવૃત્તિઓને ભજવણી, કે સ્પર્ધા કહે છે.
ખેલદિલી એક વલણ છે, જે યોગ્ય રમત-ગમત, ટીમના સાથીદારો તથા સામાપક્ષ પ્રત્યે વિનય, નૈતિક વર્તન અને સચ્ચાઈ, તથા જીત કે હારમાં સદ્ભાવ માટે પ્રયત્ન કરે છે.[૫][૬]
ખેલદિલીમાં એવી આકાંક્ષા કે નીતીમત્તા વ્યકત કરાય છે કે પ્રવૃત્તિનો તેની પોતાની ખાતર આનંદ કરવામાં આવશે. રમત-ગમતના પત્રકાર ગ્રાન્ટલેન્ડ રાઈસે દ્વારા અભિવ્યકત સુપ્રસિદ્ધ લાગણીમાં જણાવ્યું છે કે, ‘તમે જીતો કે હારો તે નહીં પરંતુ તમે કેવી રમત-ગમત રમો છો તે મહત્વનું છે,‘ અને આધુનિક ઓલમ્પિક સંપ્રદાયે તેના સ્થાપક પિયરે ડે કોબર્ટિને : ‘સૌથી મહત્વની વસ્તુ ... જીતવું તે નહીં પરંતુ ભાગ લેવું તે છે‘ અને આ લાગણીની ખાસ પ્રકારની અભિવ્યકિત છે.
રમત-ગમતોમાં હિંસામાં યોગ્ય સ્પર્ધા અને ઈરાદાપૂર્વક આક્રમક હિંસા વચ્ચેની રેખા ઓળંગવાનો સમાવેશ થાય છે. વ્યાયામવીર, કોચ, શોખીનો અને માતા-પિતા કેટલીકવાર નિષ્ઠા, વર્ચસ્વ, ગુસ્સો કે ઉજવણીના ગેરમાર્ગે વળેલ દેખાવોમાં લોકો કે મિલ્કત પર છૂટા દોરે હિંસક વર્તન કરે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમત-ગમત સ્પર્ધાઓમાં તોફાનો કે ગુંડાગીરી એ સામાન્ય અને ચાલુ સમસ્યાઓ છે.
લોક-સંચાર માધ્યમોનો ફેલાવો અને વધેલા મનોરંજન સમયની સાથે રમત-ગમતના મનોરંજક પાસાએ રમત-ગમતોમાં વ્યાવસાયીકરણ તરફ ગતિ કરી છે. આના પરિણામે થોડોક સંઘર્ષ ઊભો થયો છે, જ્યાં મનોરંજન પાસા કરતાં પૈસાની ચુકવણી પર ધ્યાન આપવું વધુ મહત્વપૂર્ણ બન્યું છે, અથવા રમત-ગમતો વધુ નફાપાત્ર અને લોકપ્રિય બનાવવા માટે જ તેમાં ફેરફાર કરાયો છે, અને એ રીતે કેટલીક મૂલ્યવાન પ્રણાલિકાઓ ગુમાવી છે.
મનોરંજન પાસાનો અર્થ એવો પણ થાય છે કે વ્યાયામવીર અને મહિલાઓ ઘણીવાર વિશિષ્ટ વ્યકિતના દરજ્જા સુધી પહોંચે છે.
આજના સમયે, રમત-ગમતો અને રાજકારણ મોટી માત્રામાં એકબીજા પર અસર ધરાવી શકે છે.
દક્ષિણ આફ્રિકામાં વંશીય ભેદભાવની સત્તાવાર નીતિ હતી ત્યારે, ઘણા રમત-ગમતના લોકોએ, ખાસ કરીને રગ્બી યુનિયને, આત્માના અવાજ પ્રમાણે વર્તવાનો અભિગમ અપનાવ્યો હતો કે તેઓએ ત્યાંની સ્પર્ધાત્મક રમત-ગમતોમાં આવવું જોઇએ નહીં. ઘણાને લાગ્યું કે વંશીય ભેદભાવની નીતિની આખરી નાબૂદી માટે તેને અસરકારક ફાળો આપ્યો છે, બીજાઓને લાગે છે કે તેની ખરાબ અસરો લંબાઇ શકે કે વધુ પ્રબલિત બની શકે. [૭]
બર્લિન ખાતે યોજાયેલ ૧૯૩૬ ઉનાળું ઓલમ્પિક તેનું ઉદાહરણ હતું, જેણે કદાચ ભૂતકાળમાં સૌથી ઉત્તમ માન્યતા પ્રાપ્ત કરી હતી, જ્યાં પ્રચાર દ્વારા પ્રસંગનો ફેલાવો મજબૂત બનાવવામાં જેનો ઉપયોગ થતો હતો તે વિચારધારા વિકસી રહી હતી.
આર્યલેન્ડના ઇતિહાસમાં, ગેલિક રમત-ગમતો સાંસ્કૃતિક રાષ્ટ્રીયતા સાથે જોડાયેલી હતી. ૨૦મી સદીની અધવચ સુધી વ્યકિતને ગેલિક એથ્લેટિક એસોસિએશન (GAA) દ્વારા સંચાલિત ગેલિક ફૂટબોલ,હર્લિંગ કે અન્ય રમત-ગમતો રમવાનો પ્રતિબંધ હતો; તે/તેણી સોકર કે અન્ય રમત-ગમતો રમે કે ટેકો આપે તો તેઓ બ્રિટીશ મૂળના હોવા જોઈએ એમ જોવામાં આવતું. અત્યાર સુધી સોકર રમવા અને ગેલિક સ્થળોએ રગ્બી યુનિયન પર જીએએ (GAA) એ પ્રતિબંધ ચાલુ રાખ્યો હતો.આ પ્રતિબંધ હજુ અમલમાં છે, પરંતુ તેમાં સુધારો કરવામાં આવ્યો છે, તેથી લેન્સડાઉન રોડનો પુનર્વિકાસ થઈ રહ્યો છે, ત્યારે ક્રોક પાર્કમાં ફુટબોલ અને રગ્બી રમવાની છૂટ આપવામાં આવી છે. અત્યારસુધી, નિયમ 21 અન્વયે જીએએ(GAA) ના બ્રિટીશ સલામતી દળના સભ્યો અને આરયુસી(RUC) ના સભ્યોને નૈતિક રમત-ગમતો રમવા પર પ્રતિબંધ હતો, પરંતુ 1998માં ગુડ ફ્રાઈડે એગ્રીમેન્ટ થતાં આ પ્રતિબંધ આખરે ઉઠાવી લેવામાં આવ્યો.
રમત-ગમતોના અનુસરણમાં, કે તેના રિપોર્ટિગમાં ઘણીવાર રાષ્ટ્રવાદ સ્પષ્ટ દેખાય છે: લોકો રાષ્ટ્રીય ટીમોમાં સ્પર્ધા કરે છે, અથવા કોમેન્ટેટર કે પ્રેક્ષકો પક્ષપાતી દૃષ્ટિકોણ અપનાવી શકે. પ્રસંગોપાત્ત, આવા તણાવોથી રમત-ગમતના સ્થળે અને તેની બહાર ખેલાડીઓ કે પ્રેક્ષકો વચ્ચે હિંસક રમખાણ ઊભું થઈ શકે છે (ફુટબોલ યુદ્ધ જુઓ). રમત-ગમત ખાતર રમત-ગમતના અને તેના સહયોગીઓના આનંદ માટેના નીતિમત્તાથી વિરુદ્ધ આ વલણો જોવામાં આવે છે
રમત-ગમતોને કલા સાથે ઘણું સામીપ્ય છે.આઈસ સ્કેટિંગ અને તાઈ-ચી, અને ડાન્સસ્પોર્ટ રમત-ગમતોનાં એવાં દૃષ્ટાંતો છે, જે પોતે જ કલાત્મક પ્રેક્ષણીય વસ્તુઓ સાથે ઘનિષ્ઠતા ધરાવે છે. તે જ પ્રમાણે, બીજી પ્રવૃત્તિઓ એવી છે કે જે રમત-ગમતનાં તત્ત્વો અને તેના અમલમાં કલાનાં તત્ત્વો ધરાવે છે, જેમ કે કલાત્મક શારીરિક કસરતો,શરીર બંધારણ,પારકોર,ભજવણીની કલા,યોગ, બેઝબોલ,વેશ-પરીધાન,રસોઈકલા વગેરે. કદાચ સૌથી ઉત્તમ ઉદાહરણ સાંઢ-લડાઈનું છે, જે અંગે સ્પેનમાં તેનો અહેવાલ વર્તમાન પત્રોનાં કલા અંગેના પાનામાં થાય છે. હકીકત એ છે કે કલા રમત-ગમત સાથે એટલી નિકટવર્તી છે, કે કેટલીક સ્થિતિમાં તે કદાચ રમત-ગમતના સ્વરૂપ સાથે જોડાયેલી હોય છે. ‘રમત-ગમતો‘ ની ઉપરની વ્યાખ્યા, રોજિંદા હેતુસર જ પ્રવૃત્તિ ન હોવાનો વિચાર આગળ ધપાવે છે, ઉદાહરણ તરીકે, દોડવું એ માત્ર દરજ્જો મેળવવા માટે નહીં, પરંતુ તેના પોતાના ખાતર દોડવું, આપણાથી બની શકે તેટલું દોડવું.
આ સૌંદર્યલક્ષી મૂલ્યના સામાન્ય દૃષ્ટિકોણની બરાબર છે, જેમાં પદાર્થના સામાન્ય ઉપયોગમાંથી આવતા ચુસ્તપણે કાર્યલક્ષી મૂલ્ય ઉપરાંતની કોઈક વસ્તુ તરીકે જોવામાં આવે છે. સૌંદર્યની દૃષ્ટિએ આનંદ આપતી કાર એક એવી વસ્તુ છે જે માત્ર એ પાસેથી બી એ મેળવવાની નથી, પરંતુ તે આપણને તેની મોહકતા, સંતુલન અને કરિસ્મા સાથે પ્રભાવિત કરે છે.
તે જ રીતે, કૂદકો મારવા જેવી રમત-ગમતની પ્રવૃત્તિ આપણને અવરોધો દૂર કરવાની અસરકારક રીત હોવાની કે ઝરણાંઓને પાર કરવાને કારણે તે આપણને પ્રભાવિત કરતાં નથી. તે જે શકિત, કૌશલ્ય અને ઢબની બતાવાય છે તેને કારણે આપણે પ્રભાવિત થઈએ છીએ.
શારીરિક કસરતો અને સાદી કસરતો, શારીરિક બાંધા, નીડરતા અને ‘ એરેટ ‘ માટે પ્રશંસા અને સૌંદર્યલક્ષી કદર પેદા કરતી ત્યારે પ્રાચીન ગ્રીસના સમયકાળમાં કલા અને રમત-ગમત કદાચ વધુ ગાઢ રીતે જોડાયેલા હતા. આધુનિક શબ્દ ‘ કલા ‘ કૌશલ્ય તરીકે આ પ્રાચીન ગ્રીક શબ્દ ‘ એરેટ ‘ (‘ arete ‘) સાથે સંકળાયેલ છે. આ સમયમાં કલા અને રમત-ગમતની નિકટતા, ઓલમ્પિક રમત-ગમતોના સ્વરૂપ દ્વારા વ્યકત થાય છે, આપણે જોયું તેમ, તે રમત-ગમત અને કલાત્મક સિદ્ધિઓ, કવિતા, શિલ્પ અને સ્થાપત્ય બંનેની ઉજવણી હતી.
બ્રિટીશ ઈંગ્લીશમાં, રમત-ગમતની પ્રવૃત્તિઓને સામાન્યરીતે સામૂહિક નામ ’રમત-ગમત’ (‘Sport’) દ્વારા વ્યકત કરાય છે. અમેરિકન અંગ્રેજીમાં, ‘ રમત-ગમતો ‘ (‘Sports’) વધુ વપરાય છે. તમામ અંગ્રેજી બોલીઓમાં, એક કરતાં વધુ નિર્દિષ્ટ રમત-ગમત માટે ‘ રમત-ગમતો ‘ (‘Sports’) શબ્દ વપરાય છે. ઉદાહરણ તરીકે ‘ફુટબોલ અને સ્વિમિંગ મારી પ્રિય રમત-ગમતો છે‘ (football and swimming are my favourite sports") જે તમામ અંગ્રેજી બોલનારાઓને સ્વાભાવિક લાગશે, જ્યારે નોર્થ અમેરિકનોને ‘I enjoy sport’ તે ‘I enjoy Sports’ કરતાં ઓછું સ્વાભાવિક લાગશે.તમને કઈ રમત ગમે છે એ જણાવવા નું ભૂલશો નહિ
#રમતગમત #ઇતિહાસ #RamatGamatNoItihas
#RamatGamatNoItihasDesaiMansi
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.