પ્રાંતિજમાં ૩૭મા ચૈત્રી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ
પ્રાંતિજ ખાતે આવેલા શ્રી વેરાઈ માતાજીના મંદિર પરિસરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩૭મા ચૈત્રી નવરાત્રી મહોત્સવ ની ઉજવણીનો પ્રારંભ કરવામા આવ્યો છે. જેમાં મહોત્સવના પ્રારંભે વહેલી સવારે માતાજીના મંદિરે ઘટસ્થાપન, માંડવડીનું સ્થાપન અને ધ્વજારોહણ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન વેરાઈ માતા યુવક મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ પાસે આવેલા શ્રી રામકૃષ્ણ મંદિરે પણ પૂજા- અર્ચાના કરવામાં આવી હતી. ઉપરાંત દરરોજ રાત્રે વિવિધ કલાકારો દ્વારા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.