બોટાદ જિલ્લાના હિમા પરમારનું અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ 2024 થી સન્માન કરાયું
બોટાદ જિલ્લાના હિમા પરમારનું અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ 2024 થી સન્માન કરાયું
ડૉ.બાબાસાહેબ આબેડકર ભવન ગાંધીનગર ખાતે 7 એપ્રિલ 2024 ના રોજ આ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર ગુજરાતના વિવિધ ક્ષેત્રે આગવી પ્રતિભા ધરાવતા અને વિશિષ્ટ પ્રદાન કરતા કલાકારો,સંગીતકારો,સાહિત્યકારો,પત્રકારો,સંશોધકો,સામાજિક સેવા ઉપરાંત વિશિષ્ટ ઉપલબ્ધિ ધરાવનારાઓને અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ 2024 આપી સન્માનિત કરવામાં આવ્યા.અતુલ્ય વારસો ટીમ દ્વારા હિમા પરમારનું કલા,વારસા,સંસ્કૃતિ સંવર્ધન માટેના પ્રદાનને ધ્યાનમાં રાખીને એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું.આ સમારંભમાં પદ્મ જોરાવર સિંહ જાદવ,પી.કે.લહેરી આઇ એ એસ,વાઇસ ચેરમેન સંગીત નાટક અકાદમી દિલ્હી પ્રદીપસિંહ રાઠોડ,કુલપતી ડૉ.અમીબેન ઉપાધ્યાય,ડૉ.વિશાલભાઈ જોશી,સામાજિક કાર્યકર શ્રીમતી મિત્તલ પટેલ, રોનક રાણા અને અતુલ્ય વારસો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કપિલભાઈ ઠાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.