મુંબઈ આઈડલ હિમાની ગઢવીનો સુંદર સંગીતમય હાર્મની વિથ હિમાની કાર્યક્રમ યોજાયો... - At This Time

મુંબઈ આઈડલ હિમાની ગઢવીનો સુંદર સંગીતમય હાર્મની વિથ હિમાની કાર્યક્રમ યોજાયો…


મુંબઈ આઈડલ હિમાની ગઢવીનો સુંદર સંગીતમય હાર્મની વિથ હિમાની કાર્યક્રમ યોજાયો...

દામનગર શહેરનું ગૌરવ ,દામનગરનું રતન અને મુંબઈ આઇડલ -૨૦૧૯ , ચારણગાથા વિનર -૨૦૨૦
સુપર સ્ટાર સિંગિંગ સિતારે વિનર - ૨૦૨૨ ,તાનારીરી વિનર - ૨૦૨૩ જેવા સંગીતના ક્ષેત્રમાં અનેક ટાઇટલ જેમણે પ્રાપ્ત કર્યા છે એવા હિમાની ગઢવીના જન્મદિન નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હિમાની ગઢવી દ્વારા અનેક ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં પ્રેક્ષકો સંગીતની દુનિયામાં ડુબી ગયા હતા.સાથે સાથે ગુજરાત આઇડલ બનેલા અશોકભાઈ ગઢવીએ પણ સુંદર અને સુગમ ગીતોની પ્રસ્તુતિ કરી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.ભાવેશભાઈ ગઢવી એ પણ સુંદર મજાની રજૂઆત કરી હતી. આ તકે લોકોએ હિમાની ગઢવીને જન્મદિવસની શુભેચ્છા આપી ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી ખૂબ મોટી સંખ્યા માં સંગીત રસિકો એ આ કાર્યકમ માં હાજરી આપી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.