વડનગર માં નવા બસ સ્ટેન્ડ થી તાનારીરી રોડ સુધી નો ઓવરબ્રિજ ની ઔપચારિક મંજૂરી મળી - At This Time

વડનગર માં નવા બસ સ્ટેન્ડ થી તાનારીરી રોડ સુધી નો ઓવરબ્રિજ ની ઔપચારિક મંજૂરી મળી


વડનગર માં નવા બસ સ્ટેન્ડ થી તાનારીરી રોડ સુધી નો ઓવરબ્રિજ ની ઔપચારિક મંજૂરી મળી

વડનગર માં રૂ.૪૬ કરોડ ના ખર્ચે એક કિમી લાંબો રેલવે ઓવરબ્રિજ બનશે. બ્રિજ બન્યા બાદ કોલેજ ચોકડી એ ટ્રાફિક હળવો થશે. વડનગર કોલેજ ચોકડી પર થતા ટ્રાફિક ને ધ્યાને લઈ ઓવરબ્રિજ બનાવવા ની દરખાસ્ત ને ધ્યાન માં લઇ ને ઔપચારિક મંજૂરી આપી છે. નવા બસ સ્ટેશન થી સાંકેત સોસાયટી થી તાનારીરી રોડ સુધી રૂ‌.46 કરોડ ખર્ચે એક કિમી લાંબો અને ૭ મીટર પહોળો બે લેન માં ઓવરબ્રિજ બનશે. જેના લીધે કોલેજ ચોકડી પર ટ્રાફિક હળવો થ ઈ જશે. ચૂંટણી બાદ ટેન્ડરિગ જમીન સંપાદન સહિત ની પ્રક્રિયા હાથ ધરાશે તેમ સૂત્રોએ કહ્યું હતું.
વડનગર કોલેજ ત્રણ રસ્તા ટ્રાફિકની સમસ્યા‌‌ પોલીસ અને નગરપાલિકા માટે માથા નો દુખાવો બની ગયો છે કોઈ દર્દી ને લ ઈ ને એમ્બ્યુલન્સ જાય તો એ ફસાઈ જાય છે.તેવો ટ્રાફિક ન થાય તે માટે પોલીસ અને ટી આર બી અને જી આરડી જવાનો મુકવા હોવા છતાં શાકભાજી ની લારી ઓ વાળા જ રસ્તા પર આવી જાય છે.અને ધણી વખત ગાડી ઓ તથા બાઈકો રસ્તા પર ઊભા કરી તથા કોલેજ ત્રણ રસ્તા વાળાંક આગળ ઓટોરીક્ષા ઉભી હોય છે. ગયો આખલાઓ રખડતાં ઢોર વગેરે ઉભા રહેલા જોવા મળે છે. તો તેના કારણે ટ્રાફિક સમસ્યા‌‌ વધી રહી છે. તેથી તંત્ર વાહનો પાર્કિંગ ઓટોરીક્ષા તથા લારી ઓ વાળા અને રખડતાં પશુઓને માટે ટ્રાફિક પોલીસ તથા ટી આર બી , જી આર ડી ના જવાનો આ બાબત ધ્યાનમાં રાખી ને ટ્રાફિક હળવો કરે અને જે સૂચિત જગ્યાએ પોતે પોતાની જવાબદારી રાખી ને પોતાના વાહનો પાર્કિંગ લારી ઓ વાળા, ઓટોરીક્ષા વાળા , વગેરે ઊભા રાખી ને પોત પોતાના કામ પતાવી ને નીકળે તો ટ્રાફિક સમસ્યા‌‌ ના ના થાય તે ધ્યાન રાખવા ની પોતે પોતાની ફરજ બજાવી જોઈએ આ પોત પોતાની ફરજ બજાવતા હોતા નથી એટલે ટ્રાફિક ની સમસ્યા વધે છે. તેના કારણે ઝધડા વધુ થાય છે. તેથી આ કારણે ઔપચારિક ઓવરબ્રિજ ની મંજૂરી મળી ગઈ છે.
વડનગર ખાતે ટ્રેન નું અવન જવન હોવાથી ફાટક બંધ થાય ત્યારે પણ ટ્રાફિક વધુ થાય છે. અને આ ફાટક ને કાયમ માટે બંધ કરવામાં આવે છે.તેના કાયમી નિરાકરણ માટે ઓવરબ્રિજ બનાવવા માટે ઔપચારિક મંજૂરી આપી દીધી છે અને લોકો સભા ચૂંટણી પછી આ નું ટેન્ડરીગ સહિત પ્રકિયા હાથધરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.