આચારસંહિતા ભંગની તમામ ફરિયાદો હલ કર્યાનો દાવો!
રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રએ દાવો કર્યો છે કે, જિલ્લામાં જેટલી આચારસંહિતા ભંગની ફરિયાદ આવી છે તેમનો ઉકેલ લવાયો છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં આચારસંહિતાના ભંગને લગતી 73 ફરિયાદ નોંધાઈ છે જેમાં એમ.સી.સી. ફરિયાદ નિવારણ ટોલ ફ્રી નંબર પર 15 ફરિયાદ, જિલ્લા સંપર્ક કેન્દ્ર - 1950 હેલ્પલાઈન નંબર પર 7 ફરિયાદ તેમજ સી-વિજિલ પર 51 ફરિયાદ મળી હતી. આ તમામ 73 ફરિયાદનું સમયબદ્ધ રીતે સકારાત્મક નિવારણ કરવામાં આવ્યું છે, તેમ નોડલ ઓફિસર એચ.કે. સ્વામીએ દાવો કર્યો છે. આ ઉપરાંત જિલ્લાના અલગ અલગ ભાગોમાંથી મંજૂરી વગરની પ્રચારાત્મક સાધનસામગ્રી દૂર કરવામાં આવી છે જેમાં રાજકોટ ગ્રામ્ય, ધોરાજી, જસદણ અને ગોંડલ વિધાનસભા વિસ્તારમાંથી 5264 સામગ્રી હટાવાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.