જસદણના ચિતલીયા રોડ યુગ રેસીડેન્સી ની મહિલાઓ પાકા રોડ, પીવાનું પાણી અને બજારો બંધ કરી દીધાના વિરોધમાં હોબાળો મચાવ્યો : વિસ્તારના પૂર્વ નગર સેવક નરેશ ચોહલીયા સમક્ષ બળાપૉ ઠાલાવ્યો - At This Time

જસદણના ચિતલીયા રોડ યુગ રેસીડેન્સી ની મહિલાઓ પાકા રોડ, પીવાનું પાણી અને બજારો બંધ કરી દીધાના વિરોધમાં હોબાળો મચાવ્યો : વિસ્તારના પૂર્વ નગર સેવક નરેશ ચોહલીયા સમક્ષ બળાપૉ ઠાલાવ્યો


જસદણ શહેરના ચિતલીયા રોડ વોર્ડ નંબર 5 યુગ રેસીડેન્સી ની મહિલાઓ રણચંડી બની હતી છેલ્લા બે ત્રણ વર્ષથી પાકા રોડ બનાવવા બાબતે રજૂઆત કરી રહેલ છે આ ઉપરાંત પીવાનું પાણી પૂરતું ન મળતું હોવાની અને આજુબાજુની સોસાયટીઓ વાળાએ બજારુ અને રસ્તાઓ પાટીયા મારીનૅ બંધ કરી દીધા છૅ જેવી બાબતો એ રજૂઆત કરી કરીને થાકી હતી. આ પ્રશ્ન આ જ વિસ્તારના જાગૃત લોકપ્રહી પૂર્વ કોર્પોરેટર અને એપીએમસી ના પૂર્વ ડિરેક્ટર નરેશભાઈ ચોહલીયા ને બોલાવી ઉગ્ર રોષ સાથે પોતાનો બળાપૉ ઠાલવ્યો હતો આ તકે નરેશભાઈ ચૉહલીયા ઍ મહિલાઓ તથા વિસ્તારના પુરુષો સહિતનાઓને આશ્વાસન આપ્યું હતું કે ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયૅ તમારા જે પ્રશ્નૉ છે તેનૉ ઉકૅલ આવશે. આપણા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા માંગો તેટલી ગ્રાન્ટ આપે છે જૅ બાબતે અમે ચોક્કસથી કાર્ય કરશું તેવી ખાતરી આપેલ આમ છતાં પણ મહિલાઓને પુરુષો દ્વારા મતદાન બહિષ્કાર શહીત ની ચીમકી આપી. હોબાળો કરેલ અને આ વિસ્તારના કેટલાક ભાજપના હોદ્દેદારો અને કેટલાક પૂર્વ સદસ્યો અહીં કોઈ દી ડૉકાતા નથી, ઊલટાના અમારા વિસ્તારો બંધ કરવામાં રસ દાખવેશે તેવી વિવિધ રજુઆતૉ કરી હતી. પરંતુ નરેશભાઈ ચોહલિયા દ્વારા વિસ્તારના લોકોને સમજાવવામાં આવેલ કે તમારા જે પ્રશ્નો છે તે સોલ્વ થઈ જશે હાલ લોકસભાની ચૂંટણી હોય આદર્શ આચારસંહિતા અમલમાં હોય જેથી ચૂંટણી પૂર્ણ થયે તમારા વિસ્તારના પ્રશ્ન હલ કરવાની હું ખાતરી આપું છું અને આ પ્રશ્ન હું આપણા ધારાસભ્ય અને મંત્રી કુવરજીભાઈ બાવળીયા સમક્ષ મુકીશ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખ અને વહીવટદાર મામલતદાર સમક્ષ હું રજૂઆત કરીશ અને તમારા પ્રશ્નનો ઉકેલ આવશે તેવી ખાતરી આપેલ ત્યારબાદ મહિલા અને પુરુષોનો રોષ શાંત થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.