બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનના અપહરણ તથા બળાત્કાર ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોટાદ ક્રાઈમ બ્રાન્ચ
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ ગુજરાત રાજ્ય. ગાંધીનગર નાઓએ આગમી લોકસભા ચુંટણી ૨૦૨૪ માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઇ રહે અને સમગ્ર ચુંટણીમુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેના ભાગ સ્વરૂપે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓ પકડવા સારૂ ખાસ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હોય જે અન્વયે ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓ દ્વારા આગામી લોકસભા ચુંટણી અન્વયે નાસતા ફરતા પકડવા ટીમો બનાવી ગુન્હેગારો પકડી પાડવા સારૂ સુચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે.એફ.બળોલીયા નાઓએ આગામી લોકસભા ચુંટણી અનુસંધાને આવા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના તથા ખાસ ટીમ બનાવવામાં આવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબના નાઓના માર્ગદર્શન તથા એલ.સી.બી.ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર એસ.બી.સોલંકી નાઓના સુપરવિઝન હેઠળ બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૧૨૩૦૨૨૫/૦૨૦૩ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ (૨) (જે), ૩૭૬(૨)એન,૧૧૪ તથા પોકસો એક્ટ કલમ ૧૧(૬),૧૨,૩(એ), ૪.૫,(એલ), ૬.૧૭ મુજબના ગુન્હા કામે આરોપી ભોળાભાઇ ઉર્ફે ભોલુ ગોવિંદભાઈ મકવાણા રહે.ભાવનગર, ઘોઘા રોડ, તા.જી.ભાવનગર વાળો આ ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને આરોપી હાલમાં બરવાળા ખાતેના નાવડા રોડ ખાતે ઉભો હોવાની આધારે નાસતા ફરસતા ટીમ દ્વારા આરોપી ભોળાભાઇ ઉર્ફે ભોલુ ગોવિંદભાઇ મકવાણા રહે.ભાવનગર, ઘોઘા રોડ. તા.જી.ભાવનગર વાળાને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા માટે બરવાળા પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપી - ભોળાભાઇ ઉર્ફે ભોલુ ગોવિંદભાઇ મકવાણા રહે.ભાવનગર, ઘોઘા રોડ, તા.જી.ભાવનગર
આ કામગીરીમા સામેલ અધીકારી/કર્મચારીની ટીમ-
આ કામગીરી પોલીસ અધીક્ષકશ કે.એફ.બળોલીયા સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબના નાઓના માર્ગદર્શન તથા એલ.સી.બી શાખાના ઇ/ચા પો.ઇન્સ એસ.બી.સોલંકી સાહેબના સુપરવિઝન હેઠળ નાસતા ફરતા ટીમના પો.સ.ઈ. વી.સી.ભરવાડ તથા એ.એસ.આઇ. સી.એન.રાઠોડ તથા હેડ.કોન્સ. બી.સી.ગોહીલ તથા હેડ.કોન્સ. પ્રવિણભાઇ રમણીકભાઇ જાદવ નાઓએ કરેલ છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.