મારામારીના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ જીલ્લા પોલીસ - At This Time

મારામારીના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ જીલ્લા પોલીસ


મારામારીના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ જીલ્લા પોલીસ

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા સાહેબ નાઓ દ્વારા લોકસભાની ચુંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેના ભાગ સ્વરૂપે મારામારી ના ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો વિરૂધ્ધ પાસાની કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર એસ.આર.ખરાડી નાઓ દ્વારા મારામારીના ગુન્હાઓમાં સંડોવાયેલ શૌકતઅલી ઉર્ફે મીલાના મહંમદખલીલ સૈયદ ઉ.વ.૪૫ રહે.બોટાદ, ખોજાવાડી, સબીડ઼ા હોસ્પીટલ, તા.જી.બોટાદ વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ જીન્સી રોય સાહેબ નાઓએ દરખાસ્ત મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલ.સી.બી.ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર એસ.બી.સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા મજકુર શૌકતઅલી ઉર્ફે મૌલાના મહંમદખલીલ સૈયદ ઉ.વ.૪૫ રહે.બોટાદ,ખોજાવાડી,સબીહા હોસ્પીટલ,તા.જી.બોટાદ વાળાને અટક કરી પાસા વોરંટની બજવણી કરી આરોપીને પાલારા ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.