તારીખ 8 થી 10 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ગરમી નો માહોલ જયારે મહત્તમ તાપમાન 40°C થી 42°C ની રેન્જ માં રહેવાની શક્યતા - At This Time

તારીખ 8 થી 10 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ગરમી નો માહોલ જયારે મહત્તમ તાપમાન 40°C થી 42°C ની રેન્જ માં રહેવાની શક્યતા


તારીખ 3 એપ્રિલ ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી 1°C થી 2°C નીચું હતું.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 4 થી 11 એપ્રિલ 2024
આગાહીના સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી રહેશે. તારીખ 8 અને 9 ના પવન અલગ અલગ વિસ્તાર માં ફરતા રહેશે. આગાહીના સમયગાળા દરમિયાન પવનની ગતિ 10 થી 15 કિમી/કલાકની ઝડપે ફૂંકાશે. તારીખ 5 થી 7 એપ્રિલ ના સાંજે ઝટકા ના પવનો 20-25 કિમી/કલાક સુધી પહોંચવાની શક્યતા.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 38°C થી 39°C ગણાય. તારીખ 4 અને 5 એપ્રિલ ના સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ નજીક કે નોર્મલ થી નીચું રહેવાની શક્યતા જે 36°C થી 39°C ની રેન્જ માં રહેશે અને તારીખ 6 અને 7 એપ્રિલ ના તાપમાન થોડું વધી ને 38°C થી 40°C ની રેન્જ માં રહેશે. તારીખ 8 થી 10 એપ્રિલ ના ગરમી વધશે અને મહત્તમ તાપમાન ની રેન્જ 40°C થી 42°C ની થવાની શક્યતા છે. એકંદર હાલ પ્રવર્તતાં મહત્તમ તાપમાન કરતા આગાહી સમય માં અલગ અલગ સેન્ટરો માં 4°C થી 6°C વધવાની શક્યતા છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.