રાજકોટ એસટી ડિવિઝનની સ્ક્વોડનું ચેકિંગ, બે કંડક્ટર કટકી કરતા ઝડપાયા
બંને કંડક્ટરને સસ્પેન્ડ કરાયા, અન્ય પ્રકારની ગેરશિસ્તના 66 કેસ મળ્યા
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની રાજકોટ એસ.ટી.ડિવિઝનની ચેકિંગ સ્ક્વોડ દ્વારા વિવિધ રૂટની એસ.ટી.બસમાં ચેકિંગ કરતા મુસાફરો પાસેથી પૈસા લઇ ટિકિટ નહીં આપી કટકી કરતા બે કંડક્ટર ઝડપાઇ ગયા હતા. આ બન્નેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કંડક્ટરને પૈસા પણ ન આપ્યા હોય અને ટિકિટ પણ ન લીધી હોય તેવા 21 ખુદાબક્ષ મુસાફરો ઝડપાઇ ગયા હતા. જેમની પાસેથી રૂ.8,375ના દંડની વસૂલાત કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.