ચારધામ યાત્રા ટૂર પેકેજના ઓનલાઇન બૂકિંગના નામે 6.66 લાખની છેતરપિંડી, યાત્રિકો હરિદ્વાર પહોંચતા બુકિંગ કરનારે ફોન બંધ કરી દીધો!
રાજકોટમાં નિવૃત ડે. ઈજનેર સાથે લાખોની ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં સિંચાઇ ખાતાના નિવૃત ડે. એન્જિનિયર અને તેમના ગ્રુપના 22 લોકોને ચારધામ યાત્રાએ જવું હોઇ ઓનલાઇન સર્ચ કર્યું હતું. બાદમાં અતિથી ટ્રીપ હોલીડેના પ્રદિપ શર્માનો સંપર્ક કર્યો હતો. તેમણે પેકેજ બૂકિંગના નામે રૂપિયા 6,66,999 માંગતા ડે. ઇજનેરે ચૂકવી આપ્યા હતા. પ્રદીપ શર્માએ પેકેજ મુજબ હરિદ્વારમાં તમામ બુકિંગ થઈ ગયું હોવાનું કહેતા 22 લોકો હરિદ્વાર પહોંચ્યા હતા. જો કે, હરિદ્વાર જતાં ત્યાં કોઇ ટૂર પેકેજ બૂકિંગ ન મળતાં છેતરાયાની જાણ થઈ હતી. જેને પગલે પોતાના ખર્ચે ચારધામની યાત્રા પુરી કરી રાજકોટ આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.