કાર્યવાહી: સાબરકાંઠા SOGએ દોઢ વર્ષથી વોન્ટેડ આરોપીને દબોચી લીધો - At This Time

કાર્યવાહી: સાબરકાંઠા SOGએ દોઢ વર્ષથી વોન્ટેડ આરોપીને દબોચી લીધો


સાબરકાંઠા એસઓજીબી ટીમે માણસા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો હતો.

એસઓજી પોલીસની ટીમ ચિઠોડા પોલીસ સ્ટેશ વિસ્તારમા પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન

કોન્સ્ટેબલ નિકુંજકુમાર તથા જયરાજસિંહને બાતમી મળી હતી કે માણસા પોલીસ સ્ટેશનના

પ્રોહિબિશનના ગુનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી અલ્પેશ ઉર્ફે અપ્પુ બાબુભાઈ

ડામોર રહે.ડામોર બોદર ફળિયું તા.ભિલોડાનો શખ્સ કોડિયાવાડા ગામના બસ સ્ટેશન

આગળ ઉભો છે. તે બાતમી આધારે પોલીસે તેને સ્થળ પરથી ઝડપી પાડી( સીઆરપીસી

41 એ) મુજબ તેની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે ચિઠોડા પોલીસને સોંપ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.