ગોંડલમાં અનુસૂચિત સમાજની લાગણી દુભાઇ તેવા શબ્દો ઉચ્ચારતા બોટાદમાં રોષ - At This Time

ગોંડલમાં અનુસૂચિત સમાજની લાગણી દુભાઇ તેવા શબ્દો ઉચ્ચારતા બોટાદમાં રોષ


રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ વાલ્મિકી સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરાયેલા નિવેદનને લઈ છત્રીય સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે રાજ્યમાં ખેંચે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આંદોલનનો અને બેઠકો યોજાઈ રહી છે ત્યારે પરસોતમ રૂપાલા એ ગોંડલ ખાતે ના કાર્યક્રમમાં છત્રીય સમાજની માફી માગતા સમયે વાલ્મિકી સમાજના કાર્યક્રમ અંગે ઉચ્ચારેલા શબ્દોને લઈ સમાજમાં રોષે ભરાયો છે બોટાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ એન્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા બરવાળા પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં અનુસૂચિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા બોટાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બરવાળા પોલીસને આપવામાં આવેલા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા એ તારીખ 29 માર્ચ 2024 એ ગોંડલ ખાતે મળેલી ક્ષત્રિય સમાજની માફી માગવાના કાર્યક્રમમાં રૂપાલાએ તેમના વક્તવ્ય દરમ્યાન જે તે કાર્યક્રમ ( કે જે વાલ્મિકી સમાજનો કાર્યક્રમ હતો) તેમના કોઈ કામનો ન હતો. અમે તો આમજ ત્યાં પહોંચી ગયા હતા તેવું બોલ્યા હતા જેથી તેમણે સમાજમાં કાર્યક્રમને ફાલતુ કહીને સમગ્ર સમાજનું અપમાન કર્યું છે તો તેમના પર એન્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ થાય તે માટે બોટાદ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બરવાળા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

રૂપાલા વિરુદ્ધ એન્ટ્રોસિટી મુજબ ફરિયાદ નોંધવા આવેદન અપાયું.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.