જસદણના કનેસરા ગામનો મોટોભાઈ મહિલાને ભગાડી જતા નાનાભાઈનું અપહરણ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના કનેસરા ગામે રહેતો અને કડીયા કામ કરતો યુવાન નજીકના બાખલવડ ગામની એક પરિણીતા સાથે પ્રેમ થઇ જતાં તેણીને દસેક દિવસ પહેલા ભગાડીને જતો રહ્યો હોઇ આ પરિણીતાના પતિ સહિતના ચાર લોકોએ જસદણ કડીયા કામ કરી રહેલા આ યુવાનના નાના ભાઇને ધોકાવાળી કરી બાદમાં ઇકો કારમાં નાખી અપહરણ કરી બાખલવડ લઇ જઇ ફરીથી માર મારી ગાળો ભાંડતા અને અપહૃતના પિતાને ફોન કરી જ્યાં સુધી અમારા મહિલા સભ્યને ભગાડી જનારા તમારા દિકરાને હાજર નહિ કરો ત્યાં સુધી આને નહિ છોડીએ તેમ કહેતાં પોલીસને જાણ થતાં જસદણ પોલીસે તાબડતોબ બાખલવડ પહોંચી અપહૃતને મુક્ત કરાવી આરોપીઓને સકંજામાં લીધા હતાં.
બનાવની જાણવા મળેલી માહિતી મુજબ જસદણના કનેસરા ગામે રહેતાં અને કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં રૂત્વીક ડાયાભાઇ પરમાર (ઉ.વ.૨૪)ને ગઇકાલે જસદણમાં કડીયા કામની સાઇટ પર હતો ત્યારે બાખલવડના ચાર શખ્સોએ આવી લાકડી ઢીકાપાટુનો માર મારી કારમાં અપહરણ કરી બાખલવડ લઇ જઇ ફરીથી મારકુટ કરતાં તે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના પોલીસએ જસદણ પોલીસને જાણ કરી હતી. જસદણ પોલીસે રાજકોટ પહોંચી હોસ્પિટલના બિછાને રહેલા રૂત્વીક પરમારની ફરિયાદ પરથી બાખલવડના મહેન્દ્ર ઉર્ફ નંદુ કાળુભાઇ પરમાર, મુકેશ કાળુભાઇ પરમાર, અજય કાળુભાઇ પરમાર અને મિલન ભાયાભાઇ પરમાર વિરૂધ્ધ આઇપીસી ૩૬૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ રૂત્વીકનું જસદણ વેકરીયા વાડી પાસેથી કારમાં અપહરણ કરી બાખલવડ ગામે લઇ જઇ ધોકાથી બેફામ માર માર્યાનો ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં ઋત્વિકએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને કડીયા કામ કરુ છું અમે ત્રણ ભાઇઓ છીએ. મારા મોટા ભાઇ રવિને બાખલવડના મહેન્દ્ર પરમારની પત્નિ સાથે પ્રેમસંબંધ હોઇ તે તેણીને લઇને દસેક દિવસ પહેલા જતો રહ્યો છે. મંગળવારે સવારે હું ઘરેથી જસદણ મજુરીએ ગયો હતો. ત્યાં ધનાભાઇ પટેલનું વેકરીયા વાડીના મકાનનું પ્લાસ્ટર કામ ચાલુ હોઇ હું ત્યાં સાઇટ પર હતો. બપોરે અઢી વાગ્યે જમીને ફરી કામ પર લાગ્યો હતો ત્યાં બાખલવડનો મહેન્દ્ર ઉર્ફ નંદુ પરમાર, તેનો ભાઇ અજય, ભત્રીજો મિલન મારી પાસે આવ્યા હતાં અને ગાળો ભાંડી મને પકડીને ઢીકાપાટુનો માર મારવા માંડયા હતાં. બાદમાં મને પકડીને ચાલીને કોઠીના નાલાના બસ સ્ટેન્ડ નજીક ગણપતિજીના મંદિર પાસે લઇ ગયા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.