રાજકોટ ડિવિઝનથી ચાલતી ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ એલએચબી રેક સાથે દોડશે - At This Time

રાજકોટ ડિવિઝનથી ચાલતી ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ એલએચબી રેક સાથે દોડશે


મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે, રેલવેએ ઓખા-એર્નાકુલમ અને એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ ટ્રેનોના પરંપરાગત રેકને નવા રૂપાંતરિત એલએચબી રેક સાથે બદલવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 16337/16338 ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેન (દ્વિ-સાપ્તાહિક) ઓખાથી 08/04/2024 થી અને એર્નાકુલમ થી 05/04/2024 થી એલએચબી રેક સાથે દોડશે. આ ટ્રેનમાં કુલ 22 કોચ હશે, જેમાં 2 સેકન્ડ એસી, 3 થર્ડ એસી, 12 સેકન્ડ સ્લીપર, 1 પેન્ટ્રી કાર, 2 જનરલ, 1 લગેજ વાન અને 1 જનરેટર વાન કોચનો સમાવેશ થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.