એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજરે ભાવનગર રેલ્વે ડીવીઝનના 4 કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કર્યા - At This Time

એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજરે ભાવનગર રેલ્વે ડીવીઝનના 4 કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કર્યા


એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજરે ભાવનગર રેલ્વે ડીવીઝનના 4 કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કર્યા

પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝનના ચાર કર્મચારીઓને રેલ્વે કાર્ય પ્રણાલીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ADRM એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્યને ધ્યાનમાં રાખીને,હિમાઁશુ શર્મા,એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર(ADRM)એ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમને પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા.ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, રેલવેના વિવિધ વિભાગોમાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે.આ પ્રસંગે સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદ અને ડિવિઝનલ સેફ્ટી ઓફિસર ઉમેશ યાદવ ઉપસ્થિત રહ્યા હતા.એવોર્ડ મેળવનાર કર્મચારીઓની વિગતો નીચે મુજબ છેઃશમ્ભૂ સિંહ (જનસંપર્ક નિરીક્ષક/ભાવનગર મંડલ),શ્રી ડી.બી.પંડ્યા(સંરક્ષા સલાહકાર/ભાવનગર મંડલ)મહેન્દ્ર બોરીસાગર(કોચિંગ સુપરવાઈઝર/પોરબંદર)અને ધર્મેન્દ્ર કુમાર પંડિત(ઈલેક્ટ્રિકલ ટેકનિશિયન/પોરબંદર)ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર અને અન્ય શાખા અધિકારીઓએ પણ તમામ પુરસ્કાર પ્રાપ્ત કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.શમ્ભૂ સિંહે વર્ષ 2023-24 દરમિયાન સમય મર્યાદામાં ઈ-દ્રષ્ટિ પોર્ટલને અપડેટ કરવાનું કામ કર્યું છે.ડી.બી.પંડયાએ વર્ષ 2023-24માં વિવિધ નિરીક્ષણો દરમિયાન આપવામાં આવેલા તમામ પ્રકારના કાર્યોને અસરકારક રીતે નિભાવ્યા છે. વર્ષ 2023-24માં 26.02.2024 ના રોજ પોરબંદરમાં આયોજિત અમૃત ભારત સ્ટેશન યોજનાના શિલાન્યાસ સમારોહમાં ધર્મેન્દ્ર કુમાર પંડિત અને મહેન્દ્ર બોરીસાગરે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.