લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ બોટાદ જિલ્લો બોટાદ જિલ્લામાં જિલ્લા ફરીયાદ સમિતિની રચના
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ બોટાદ જિલ્લો
બોટાદ જિલ્લામાં જિલ્લા ફરીયાદ સમિતિની રચના
આ સમિતિમાં ખર્ચના નોડલ અધિકારી-વ-જિલ્લા વિકાસ અધિકારીશ્રી કન્વીનર તરીકે તેમજ અન્ય બે અધિકારીશ્રીઓ સભ્ય તરીકે ફરજ અદા કરશે
બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગ તથા ૧૦૬-ગઢડા વિધાનસભા મતદાર વિભાગના નાગરીકોને જણાવવામાં આવે છે કે,આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને ધ્યાનમાં લેતા બોટાદ જિલ્લામાં “જિલ્લા ફરીયાદ સમિતિની રચના કરવામાં આવી છે.આ સમિતિ દ્વારા F.S.T/S.S.T ટીમો દ્વારા જપ્ત કરવામાં આવેલી રોકડ રકમ તથા લીકરની ફરીયાદોના નિકાલની કામગીરી કરવામાં આવશે તથા આ સમિતિમાં ખર્ચના નોડલ અધિકારી-વ-જિલ્લા વિકાસ અધિકારી કન્વીનર તરીકે તથા અન્ય બે અધિકારી M.C.C નોડલ નિયામકશ્રી, D.R.D.A,બોટાદ તથા બોટાદ જિલ્લા તિજોરી અધિકારી સભ્ય તરીકે રહેશે. આ સમિતિના કન્વીનર જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયાના મો.નં. ૯૯૭૮૪૦૬૪૯૩ છે તેમ બોટાદ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.