ઉમિયા ચોક પાસે કારની હેડફેટે એક્સેસ ચાલક વિદ્યાર્થીને ગંભીર ઇજા
શહેરમાં અકસ્માતની વણઝાર યથાવત રહી હોય તેમ રાત્રિના સમયે ઉમિયા ચોક પાસે પુર ઝડપે ધસી આવેલી કારે આગળ જતા એક્સેસને હડફેટ લેતા એક્સેસ ચાલક મારવાડી કોલેજના વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાન પરીક્ષાની તૈયારી માટે મિત્રને ત્યાંથી વાંચીને ઘરે પરત ફરતો હતો દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારીયા મેઇન રોડ પર ગોવિંદપાર્કમાં રહેતો ડેનીસ પંકજભાઈ ઠુંમર (ઉ.વ.22) નામનો યુવાન રાત્રિના એક્સેસ લઇ ઘરે આવી રહ્યો હતો દરમિયાન ઉમિયા ચોક પાસે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી કાર નંબર એમએચ 1 સીઆર 8562 ના ચાલકે એક્સેસને હડફેટે લેતા યુવાન રોડ પર પટકાયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
બાદમાં ઘટનાસ્થળે એકઠાં થયેલ લોકોએ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, યુવાન મારવાડી કોલેજમાં સોફ્ટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે ટૂંક સમયમાં તેની પરીક્ષા હોય જેથી તે મિત્રના ઘરે પરીક્ષાની તૈયારી રૂપે વાંચવા માટે ગયો હતો. ત્યાંથી વાંચીને ઘરે પરત ફરતો હતો.
દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. જેમાં તેને ગંભીર ઈજા પહોંચી છે. યુવાનના પિતા પંકજકુમાર ઇમિટેશનનું કામ કરતા હોવાનું માલુમ પડ્યું છે.અકસ્માતની આ ઘટનાને લઈ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.