ચલાલા સાઇ મંદિર ના સાનિધ્ય મા ૪૦, મા ભવ્ય સમુહ લગ્ન યૉજાયા - At This Time

ચલાલા સાઇ મંદિર ના સાનિધ્ય મા ૪૦, મા ભવ્ય સમુહ લગ્ન યૉજાયા


ચલાલા સાઇ મંદિર ના સાનિધ્ય મા ૪૦, મા ભવ્ય સમુહ લગ્ન યૉજાયા

શ્રી મોગલ માનવ સેવા ગ્રુપ તેમજ શિવસાઈ ગ્રુપ દ્વારા આયોજિત ૪૦ માં સમુહ લગ્ન સફળતા પુર્વક સંપન

સાઇ મંદિરની સતત નિસ્વાર્થ સેવાકાર્યને તમામ મહેમાનૉએ બિરદાવેલ હતી
૪૦, મા સમુહ લગ્ન મા સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનૉ તથા આમંત્રીત મહેમાનૉ નૉ તથા શિવસાઇ મિત્ર મંડળનૉ દિલ થી આભાર સાઇ મંદિરના પુજારી રાજુભાઇએ માનેલ,મુખ્ય મહેમાન પુજ્ય મંગળામા સાઇ મંદિર અમરેલી ,ઉદયબાપુ ભગત દાનમહારાજ ની જગ્યા,ડૉ.દેવકુભાઇ વાળા,ભયલુભાઇ વાળા,જીગ્નેશભાઇ ગૌસ્વામી ધારી,મનસુખભાઇ સાપરીયા,ચાપરાજભાઇ ધાધલ,અશોકભાઈ જૉષી,અશૉકસીહ તલાટીયા,દાદભાઇ વાળા, દરજી સમાજના અગ્રણી પત્રકાર બિપીનભાઈ રાઠોડ,તેમજ પત્રકાર પ્રતાપભાઈ વાળા,તેમજ દાતાશ્રી ઓ ઉપસ્થિત રહ્યાં હતાં
દાનમહારાજ સાઇરામના આર્શીવાદથી ખુબ સફળતા પૂર્વક સમુહ લગ્ન પુર્ણ થયેલ હતા અને રાજુભાઇ જાની તથા તેમની ટીમની સેવાને બિરદાવેલ હતી

સાંઈ મંદિરના સાનિધ્યમાં સેવાયજ્ઞ તેમજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન શ્રી મોગલ માનવ સેવા ગ્રુપ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું

શ્રી દાન મહારાજની પાવન ભૂમિ ચલાલા માં સાંઈ મંદિરના સાનિધ્યમાં છેલ્લા ૧૬, વર્ષથી અવિરત પણે વિવિધ સેવાકીય કાર્યો સફળતાપૂર્વક થઈ રહેલ છે અને કોઈપણ જાતના ખોટા ફંડફાળા ઉઘરાવ્યા વિના માત્ર વસ્તુ દાન દાતાશ્રીઓ પાસેથી લઈને જરૂરિયાત મંદ ગરીબ પરિવારને મદદરૂપ બની રહેલ છે આપનું દાન આપના હસ્તે તથા ભૂખ્યાને ભોજન એ જ સાંઈ મંદિર નો મુખ્ય હેતું છે તો આ અવિરત સેવા કાર્યમાં આપ પણ સહભાગી બનો આપના હસ્તે વસ્તુ દાન લઈને આપના હાથે અર્પણ કરો સાંઈ મંદિરના સાનિધ્યમાં દર વર્ષે ગરીબ પરિવારની દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરી આપીને તમામ દીકરીઓને કરિયાવર ની વસ્તુઓ દાતાશ્રીઓ ના સહયોગથી આવે છે તથા સાંઈ ભોજનાલયમાં સાધુ સંતો યાત્રિકો માટે ભોજન વ્યવસ્થા થઈ રહેલ છે અને દૂર-દૂરથી વસતા ગરીબ પરિવારના લોકોને તેમના ઝૂંપડાં સુધી ભોજન તથા કપડાં ધાબળા જેવી વસ્તુઓ પહોંચાડવામાં આવે છે તો આ સેવાના આપ પણ સહભાગી બનશો એજ દાન મહારાજ તથા સાઇરામના ચરણોમાં નમ્ર અપીલ આપના દાન-ભેટ ની પાકી પહોચ આપવામાં આવશે
સાઈ મંદિરના આ સમૂહ લગ્નમાં ચલાલાની તમામ જ્ઞાતિના લોકો સેવા આપી રહ્યા છે
આ પ્રસંગે સેવાના સહભાગી પિયુષભાઇ વિભાણી,ઇકબાલ ભટ્ટી,બકુલભાઈ મસ્ત્રી,ભૂપતબરોટ,જગદીશભાઈ મહેતા, શાસ્ત્રી લલિતભાઈ મહેતા,તથા શિવસાઈ યુવક મંડળ એ જાહેમત ઉઠાવી હતી

અહેવાલ, બિપીન રાઠોડ ચલાલા......


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.