રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની શાળામાં સ્વચ્છતા અંગેના પેરામીટરની ચકાસણી અને કચરાના વર્ગીકરણની તાલીમ આપવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની શાળામાં સ્વચ્છતા અંગેના પેરામીટરની ચકાસણી અને કચરાના વર્ગીકરણની તાલીમ આપવામાં આવેલ.
રાજકોટ શહેર તા.૧/૪/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા હસ્તકની ૯૩ શાળામાં રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ દ્રારા સ્વચ્છતા અંગેના પેરામીટરની ચકાસણી કરવામાં આવી હતી. સાથો-સાથ બાળકોને સ્વચ્છતા અને ભીના-સુકા કચરાના વર્ગીકરણ માટે સમજાણ આપવામાં આવી હતી. આ ઝુંબેશ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની ઉપસ્થિતિમાં પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળાનં.૪૮ના બાળકોને સ્વચ્છતા અને કચરાના વર્ગીકરણ અંગે માર્ગદર્શન અપાયું. મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે બાળકોને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આપણા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા સાથે દરેક વર્ગના નાગરિકોનો સહયોગ ખુબ જરૂરી છે. બાળકોને શાળામાં જ સ્વચ્છતા અંગેની માહિતી આપવામાં આવે તો પ્રાથમિક તબક્કાથી જ બાળકમાં સ્વચ્છતા અંગે જાગૃતિ પ્રસરે છે. આપણે ત્યાં કહેવાય છે કે “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”, તો સ્વચ્છતા રાખીશું તો આપણે ત્યાં પ્રભુનો વાસ થશે. જેમ આપણે આપણા ઘરે સ્વચ્છતા રાખીએ છીએ તેમ જ રાજકોટ શહેર આપણું ઘર છે તને પણ ઘરની જેમ જ સ્વચ્છ રાખીએ. આ ઝુંબેશ દરમ્યાન શાળાની પ્રીમાયસીસ સ્વચ્છ અને કચરા મુકત રાખવી, બધા વર્ગખંડ, કિચન, ટોઇલેટમાં ભીના અને સુકા કચરા માટે અલગ ડસ્ટબીનમાં રાખવા, લેડીઝ તથા જેન્ટસ માટે અલગ-અલગ ટોઈલેટની સુવિધા રાખવી, ટોઈલેટમાં વેન્ટીલેશન, લાઈટ તથા પાણીની સુવિધા રાખવી, ટોઈલેટમાં ઢાકણા વાડી ડસ્ટબિન કલર કોર્ડ સાથે મેન્સ્ટ્રઅલ વેસ્ટ માટે રાખવી તેમજ શાળાના સ્ટાફ અને બાળકોને રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ દ્રારા કચરાના વર્ગીકરણની તાલીમ આપવામાં આવી અને વર્ગીકરણ કરેલ કચરાને મીની ટીપરમાં જ નાખવા અંગેની માહિતી આપવામાં આવી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.