પાલીકા દ્વારા કેબલિંગની કામગીરી હાથ ધરાઈ: હિંમતનગરના હેરિટેજ રોડ પર ટ્રેન્ચ સફાઈ હાથ ધરીને કેબલ વાઈયરિંગની કામગીરી શરૂ કરાઈ
હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા શહેરના ટાવર ચોકની લાઈબ્રેરીથી નવા બજાર સુધી બનાવેલા હેરિટેજ રોડ પર આજે ટ્રેન્ચ સફાઈ સાથે કેબલના કેબલિંગની કામગીરી કરવાની શરૂ કરાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં પાલિકા દ્વારા લાઈબ્રેરીથી જૂની સ્ટેટ બેન્ક થઈને નવા બજાર સુધી બે તબક્કામાં હેરિટેજ રોડ બનવવામાં આવ્યો છે. ત્યારબાદ ટ્રેન્ચ લગાવ્યા બાદ ડેકોરેટિવ લાઈટો રોડની બંને તરફ 14 જેટલી લગાવવામાં આવી છે. તો રવિવારની રજાના દિવસે પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
રવિવારના દિવસે ટ્રેન્ચ ઉપર લગાવેલ કવર ખોલીને સફાઈ કામ શરૂ કરવામાં આવ્યું છે. સફાઈ સાથે અન્ડર ગ્રાઉન્ડ કેબલીગ બાદ તેનું ક્લેમ્બિગ કરવાની શરૂઆત કરાઈ છે. આમ આજના દિવસે બંને તરફ લગાવેલ ટ્રેન્ચમાં સફાઈ શરૂ કરવામાં આવી છે. તો અન્ડર ગ્રાઉન્ડ લાઇનના વાયર કનેક્શન માટેની છેડા બહાર કાઢવામાં આવ્યા છે. તો 14 ડેકોરેટિવ લાઈટો પણ લગાવવામાં આવેલી છે. તેને પણ કનેક્શન આપવાની કામગીરી કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.